ગુજરાતની આ જગ્યાએ પગ મુકતાં જ થશે સ્વર્ગની અનુભૂતિ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરમાં કુદરતે ચાર હાથે અફાટ સૌંદર્ય પીરસ્યું છે.
ચોમાસામાં આ સૌંદર્ય સ્વર્ગ સમાન બને છે.
હાલ વરસાદી વાતાવરણ વચ્ચે બરડા ડુંગરની પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી છે.
આ ડુંગરના સૌથી ઉંચા આભપરા શિખરના સૌંદર્યની તો વાત જ અદભુત છે.
બરડા ડુંગરમાં સૌથી ઊંચી ટેકરી આભપરા છે. જેની ઊંચાઈ અંદાજે 2 હજાર ફૂટની આસપાસ છે.
હાલ વરસાદ બાદ બરડા ડુંગરે જાણે પ્રકૃતિથી લીલીછમ થઇને લીલા રંગની ઓઢણી ઓઢી હોય તેનો હ્યદયસ્પર્શી નજારો જોવા મળી રહ્યો છે.
દ્વારાકાના ભાણવડથી લઇને પોરબંદરના રાણાવાવ સુધી નયનરમ્ય ટેકરીઓ ચોમાસામાં સાક્ષાત સ્વીત્ઝરલેન્ડ અને કેરલ બને છે.
હાલ ચોમાસાને લઈને સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
હાલાર અને પોરબંદરના અમુક ભાગ સાથે અંદાજે 40થી 45 કિ.મી બરડા ડુંગરની ટેકરીઓ પથરાયેલી છે.
ભાણવડ પાસે ઘુમલી નામની ઐતિહાસિક જગ્યાએ આ આભપરાનો ડુંગર આવેલો છે.
ડુંગરની ટોચ પર વિંધ્યવાસીની માતાજીનું મંદિર પણ આવેલું છે.
તો બરડાના સંત તરીકે જાણીતા ત્રિકમરાયજીની તપોભુમી છે.
તો બહારવટે ચડેલા મુળુ અને જોધા માણેક પરિવાર અને પોતાના સાથીઓ સાથે ઘણા સમય સુધી આ ડુંગરની હારમાળાઓમાં આશરો લીધો હતો.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...