વીકએન્ડમાં ફરવા જવું છે? આ રહી રાજકોટની બેસ્ટ જગ્યા
ચોમાસાની ઋતુ શરૂ થતા જ ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે.
ત્યારે રાજકોટમાં મેઘમહેર બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.
રાજકોટમાં આવેલા આજી ડેમ, ન્યારી ડેમ, રાંદરડા તળાવ, પ્રદ્યુમનપાર્ક, લાલપરી તળાવ, અટલ સરોવર સહિતની જગ્યાઓ પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
રાજાશાહી વખતનું અને એક સદી સુધી શહેરમાં પીવાના પાણી પુરૂ પાડતુ આ લાલપરી તળાવ નજીક અત્યારે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
લાલપરી તળાવના કાંઠે જ પ્રદ્યુમન પાર્ક ઝૂ અને તેને જોડતું ઐતહાસિક રાંદરડા તળાવ પણ આવેલું છે. જ્યાં જઈને તમે એન્જોય કરી શકો છો.
રાજકોટ મહાનગરની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં નવા નીરની આવક થઇ છે.
29 ફુટના ડેમનું લેવલ 24 ફુટથી ઉપર આવી ગયું છે. જેથી ડેમના આ નજારાને જોવા માટે લોકો વિકેન્ડમાં આવે છે.
રાજકોટ શહેરની બહાર મોટુ અને સુંદર ઝૂ છે.જ્યાં તમે મિત્રો અને પરિવાર સાથે મોજ મસ્તી કરી શકો છો.
અહિંયા સાપની જે પ્રજાતીઓ છે. તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહિંયા ગોલ્ફ કાર સેવા પણ છે. જેના દ્વારા પણ તમે પ્રદ્યુમન પાર્કની મુલાકાત લઈ શકો છો.
રાજકોટમાં મેઘમહેર થતા ન્યારી ડેમ 1 અને 2માં પણ નવા નીરની આવક થઈ હતી.
અહીં શનિ-રવિની રજા હોય અને એમાં પણ જો વરસાદ વરસતો હોય તો રાજકોટના મોટાભાગના લોકો તમને ન્યારી ડેમ પર જોવા મળે.
ઇશ્વરીયા પાર્ક માધાપર નજીક, જામનગર રોડ પર આવેલો છે. રાજકોટમાં તે ખૂબ પ્રસિદ્ધ પિકનીક સ્થળ છે.
રાજકોટનું નવુ ફરવા લાયક સ્થળ એટલે અટલ સરોવર.જે નવા 150 ફુટ રિંગ પર આવેલુ છે.
અટલ સરોવર લેક પર સહેલાણીઓ માટે અલગ અલગ સુવિધા પણ ઉભી કરવામાં આવી રહી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...