હવે અમદાવાદમાં જ કરો શાનદાર પ્રી વેડિંગ ફોટોશૂટ
નાના-મોટા દરેક વ્યક્તિને બગીચાઓ પ્રત્યે અલગ જ લગાવ હોય છે.
અમદાવાદમાં જાપાની ઝેન ગાર્ડન, પરિમલ ગાર્ડન, ગોટીલા ગાર્ડન, વિક્ટોરિયા ગાર્ડન આવેલાં છે.
આ બગીચાઓમાં તમે હરવા-ફરવાની સાથે વેડિંગ ફોટોશૂટ તથા વિડીયોગ્રાફી કરી શકો છો.
ઓછા ખર્ચે વધુ સારી ફોટોગ્રાફી કરવા માટે ગાર્ડન એક સારો વિકલ્પ છે.
આંબાવાડી વિસ્તારમાં પરિમલ ક્રોસ રોડ ઉપર સ્થિત પરિમલ ગાર્ડન એ ભારતના સૌથી જૂના જાહેર બગીચાઓમાંનો એક છે.
અહીં 400 વર્ષ જૂનું આઈકોનીક વડ આવેલું છે તેમજ મોટી સંખ્યામાં વાંસ અને પાલ્મ ટ્રી પણ રોપવામાં આવ્યા છે.
આ સ્થળ ફોટોગ્રાફી માટે ઉત્તમ સ્થળ મનાય છે.
અમદાવાદમાં 200 વર્ષ જૂનું વિક્ટોરિયા ગાર્ડન આવેલું છે.
આ બગીચામાં રાણી વિક્ટોરિયાની પ્રતિમા સ્થાપિત છે. આ ગાર્ડનમાં કલ્પવૃક્ષ, આંબલી, અરડૂસી, સિસમ સહિતનાં 90 પ્રકારનાં વૃક્ષો છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે જાપાની ઝેન ગાર્ડન આવેલુ છે.
અમદાવાદ પહેલું એવું શહેર છે જ્યાં આ પ્રકારનું જાપાની ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે.
વસ્ત્રાપુર ગાર્ડન ખાતે નરસિંહ મહેતા તળાવમાં બોટિંગના વિકલ્પો દ્વારા તમારી ફોટોગ્રાફીને વધુ આકર્ષક બનાવી શકો છો.
થલતેજના સિંધુભવન રોડ ખાતે ગોટીલા ગાર્ડન આવેલું છે. આ ગાર્ડનમાં અનેક પક્ષીઓ રહે છે.
પક્ષીઓને જોવા તેમજ કેમેરામાં શૂટ કરવા લોકો મોટી સંખ્યામાં લોકો આવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...