સુરતીલાલાઓ માટે નજીક જ છે આ સ્વર્ગ સમાન જગ્યા!

નવસારીમાં હાલ ભારે માત્રામાં વરસાદ થયો હતો.

વધુ વરસાદના કારણે વાંસદા તાલુકાના વાંગણ ગામે આવેલા આંકડા ધોધ ખાતે પાણીની આવક થઈ છે.

આ નયનરમ્ય ધોધના નીચે સ્નાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

ચોમાસાની શરૂઆત થતા જ પ્રકૃતિ પ્રેમીઓને કુદરતના ખોળે જવાનું મન થાય છે.

લોકો સાપુતારા, ડાંગ જેવા સુંદર સ્થળો ખાતે કુદરતની મોજ માણવા પહોંચી જતા હોય છે.

જિલ્લામાં વાંસદાથી માત્ર 17 કિલોમીટર દૂર આંકડા ધોધ કરીને સ્થળ આવેલું છે.

આ સ્થળ ખાતે ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.

દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલા વાંસદા તાલુકામાં અનેક રમણીય સ્થળો આવેલા છે.

 હાલ ભારે વરસાદના કારણે વાંસદામાં આવેલો આંકડા ધોધ સોળે કલાએ ખીલી ઉઠ્યો છે.

અહીં વરસાદ બાદ, ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવો ભાસ થાય છે.

વાસંદા તાલુકાના વાંગણ ગામમાં આ નયનરમ્ય ધોધ આવેલો છે.

સુરતીલાલાઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. ચોમાસાના કારણે આંકડા ધોધ ખાતે પાણીની આવક થઈ છે.

લોકો દૂર દૂરથી આ ધોધ ખાતે નહાવા આવે છે. લોકો રજાના દિવસે પરિવાર સાથે અહિં સમય પસાર કરવાનું વધારે પસંદ કરે છે.

પાણીની આવક થતા ધોધમાં નહાવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી.

અહીંની પગદંડીઓમાં ચાલવાની મજા કંઈ અલગ જ હોય છે.

ગામ લોકો દ્વારા મળતી માહિતી મુજબ અહીં હનુમાનજીની મૂર્તિ છે તેમાં આંકડાના ફૂલો અર્પણ થાય છે.

 આ કારણે ગામના પૂર્વજોએ આ ધોધને આંકડા ધોધનું નામ આપ્યું છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો