કંપની પાસે 76,000 કરોડ રૂપિયાના ઓર્ડર, શેરમાં ભારે કમાણી કરાવવાનો દમ!

ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર 340 રૂપિયાના હાઈ લેવલથી 284 રૂપિયા પર આવી ગયા છે. કંપનીનું બિઝનેસ મોડલ પણ સારું છે.

કંપનીની ઓર્ડરબુક સ્ટ્રોન્ગ છે. એવામાં આ શેરમાં આગળ સારી તેજી દેખાઈ શકે છે. હાલ આ શેરમાં FY26ની અંદાજિત અર્નિંગ્સના 36 ગણા પર ટ્રેડિંગ થઈ રહ્યું છે.

ઓર્ડર પૂરા કરવાની ભારત ઈલેક્ટ્રોનિક્સની ક્ષમતા વધી રહી છે. પહેલા ક્વાટરમાં પરિણામોથી તેના સંકેત મળ્યા છે. આ દરમિયાન કંપનીની રેવન્યૂ ગ્રોથ 20.1 ટકા રહી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીની ઓર્ડરબુક 76,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેનાથી આગામી ત્રણ વર્ષમાં રેવન્યૂ સારું રહેવાની આશા છે.

FY24માં કંપનીને 35,000 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે, જે તેના 20,000 કરોડ રૂપિયાના શરૂઆતના ગાઈડન્સથી વધારે છે. 

આ નાણાકીય વર્ષમાં કંપનીને લગભગ 25,000 કરોડ રૂપિયાના ઓર્ડર મળવાની આશા છે. આમાં ક્વિક રિએક્શન સર્ફેસ-ટૂ-એર મિસાઈલનો ઓર્ડર સામેલ નથી, જે 20,000-25,000 કરોડ રૂપિયાના હોઈ શકે છે.

ભારત ઈલેક્ટ્રોનિક્સની ક્ષમતા વધી રહી છે, જેની અસર આગામી 1-2 વર્ષમાં દેખાશે. તેણે કેપેસિટી વધારવા માટે FY25માં લગભગ 800 કરોડ રૂપિયાનું એલોકેશન કર્યું છે. 

ડિફેન્સિવ બિઝનેસ મોડલને જોતા આ શેર એટ્રેક્ટિવ લાગે છે. હાલમાં શેરોમાં આવેલા ઘટાડા બાદ તે રોકાણ માટે વધારે એટ્રેક્ટિવ થઈ ગયો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.