લિસ્ટિંગ પર કેટલો નફો કરાવશે ભારતી હેક્સાકોમ IPO!

ભારતી ગ્રુપની કંપની ભારતી હેક્સાકોમના શેર શુક્રવારે શેરબજારમાં લિસ્ટ થશે. કંપનીના IPOને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

ભારતી હેક્સાકોમનો IPO ઇશ્યૂની તારીખના છેલ્લા દિવસે 29.88 વખત સબસ્ક્રાઇબ થયો હતો. BSE દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ભારતી હેક્સાકોમ લિમિટેડ IPO 12 એપ્રિલે લિસ્ટ થશે.

નવા નાણાકીય વર્ષ 2024-25નો આ પહેલો IPO હતો.એક્સચેન્જ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તેના શેરની ઇશ્યૂ કિંમત 570 રૂપિયા રાખવામાં આવી હતી. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

InvestorGain.com અનુસાર, આ સૂચવે છે કે ભારતી હેક્સાકોમના શેર્સ ગ્રે માર્કેટમાં ₹98ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા.

આવી સ્થિતિમાં, ભારતી હેક્સાકોમના શેર ₹666 પર લિસ્ટ થવાની ધારણા છે, જે ₹570ની IPO કિંમત કરતાં 16.84% વધુ છે.

જો કે, એ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ગ્રે માર્કેટમાં IPOના શેર જે પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, શેરબજારમાં તેનું લિસ્ટિંગ પણ તે જ પ્રીમિયમ પર આધારિત હોવું જોઈએ, કારણ કે તેનાથી વિપરીત પણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ભારતી હેક્સાકોમ રાજસ્થાન અને નોર્થ-ઈસ્ટમાં ટેલિકોમ સેવાઓ પૂરી પાડે છે. વર્ષ 2012માં ભારતી ઇન્ફ્રાટેલ (હવે ઇન્ડસ ટાવર્સ), ભારતી ગ્રુપના એકમનો IPO આવ્યો હતો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.