ગુજરાતમાં બનતા આ અદ્ભૂત વાંસના ફર્નિચરની દુનિયામાં ભારે ડિમાન્ડ

ભરુચના નેત્રંગના હાથાકુંડી ગામમાં આદિમ જુથ કોટવાળીયા સમુદાય દ્વારા હસ્તકલાથી વાંસની વસ્તુઓ બનાવવામાં આવે છે.

તેઓને ભેટસોગાદ રૂપે પૂર્વજો તરફથી આ કળા મળી છે.  

તેઓ સુપડા, ટોપલીઓ, સૂપડીઓ, સાદડીઓ સહિતની નાની નાની વસ્તુઓ વાંસમાંથી બનાવે છે.  

વર્ષ 2001માં આગા ખાન સંસ્થા દ્વારા એક મંડળી ઊભી કરીને બહારથી કારીગર લાવીને વાંસમાંથી ફર્નિચર બનાવવાની સમાજને તાલીમ આપી હતી.

એમાંથી બેડ, આરામ ખુરશી, બેબી ચેર, ટેબલ, ડાઇનિંગ ટેબલ સહિત લગભગ 200 જેટલા ફર્નિચરો ડિઝાઇન કરાવ્યા હતા. અને પછી તેઓ એક કીટ આપી હતી. 

વજીરભાઇ કોટવાળીયાએ વાંસથી બનાવેલી વસ્તુઓમાં સોફા, પલંગ, વેસ્ટમાંથી પેન સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, લેટર બોકસ, નાઈટ લેમ્પ, આરામ ચેર, કિચન સહિતનો સમાવેશ થાય છે.

વજીરભાઈ કોટવાળીયાના ત્યા વાંસની 30 રૂપિયાથી લઈને 70 હજાર સુધીની વાંસની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. 

તેઓએ અત્યાર સુધીમાં કુલ 450 નેશનલ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.

વજીરભાઈ કોટવાળીયા પોતાની કલાકૃતિ વાંસમાંથી ઘર, સોફાસેટ, ભગવાન ગણેશજીની ડેકોરેશન માટે ફ્રેમ, અલગ અલગ ડેકોરેશન માટેની વસ્તુઓ, ટેબલ સહિતની વસ્તુઓ બનાવે છે. 

જે એક અલગ જ આકર્ષણ જન્માવી રહ્યુ છે.

વજીરભાઇ કોટવાળીયાને બિઝનેશમેન ગૌતમ અદાણી દ્વારા વાંસમાંથી વસ્તુઓ બનાવવાનું મોંઘુ મશીન પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યુ છે. 

તો દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ ફેસ્ટિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેઓની મુલાકાત કરી હતી. 

હાલમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ આ અંગે તેઓ સહિત અન્ય કલાકારોને દિલ્હી બોલાવ્યા હતા અને વજીરભાઇ કોટવાળીયા દ્વારા તેઓની દિલ્હી ખાતે મુલાકાત કરવામાં આવી હતી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો