બ્રિજનું નામ કેવી રીતે પડ્યું 'ગોલ્ડન'?

ભરૂચનો ગોલ્ડન બ્રિજ દેશનો સૌથી જૂનો અને કાર્યરત બ્રિજ હોવાનું માનવામાં આવે છે. 

સૈકાની સફર ખેડી ચુકેલો આ બ્રિજ ઐતિહાસિક ઇજનેરી જ્ઞાન, ટેક્નોલોજી અને કુશળતાના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવે છે.

ગોલ્ડન બ્રિજ નિર્માણનું એક અજોડ ઉદાહરણ છે. તેનું બાંધકામ 1881માં બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. 

અંગ્રેજોએ બ્રિજ બનાવવાનું કામ 1877માં શરૂ કર્યું હતું.

આ પુલ 85,93,400 રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. 

આ પૂલને બનાવવા અને જાળવવા માટે એટલો ખર્ચ થયો હતો કે તેમા સોનાનો બ્રિજ તૈયાર થઇ જાય. જેથી તેને ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવ્યો.

જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જોન હોકશોએ નિર્માણની જવાબદારી લીધી હતી.

નર્મદામાં આવેલા ભયાનક પૂરને કારણે વારંવાર બ્રિજના મોટા અને નાના ભાગો તૂટી પડયા હતા.

ભરૂચ અને સામે પાર અંકલેશ્વર નગરી વચ્ચે 150 વર્ષ પહેલાં લકડીયો પુલ અને ત્યારબાદ બ્રિટિશ રાજમાં ગોલ્ડનબ્રિજ અસ્તિત્વમાં આવ્યો હતો.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો