આ વર્ષે મેઘરાજા બે વખત માણશે મહેમાનગતિ
છપ્પનિયા દુકાળથી વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ 19 વર્ષ બાદ આ વખતે ખાસ બનવા જઈ રહ્યો છે.
બે શ્રાવણ માસના સંયોગને લઈ ભરૂચમાં આ વખતે મેઘરાજા એક નહિ પણ બે મહિના મહેમાનગતિ માણશે.
ભરૂચ શહેરના સમસ્ત ભોઈ સમાજ દ્વારા છેલ્લા 250 વર્ષોથી વધુ પ્રાચીન પરંપરાને અનુસરે છે.
મેઘરાજાની સ્થાપના નર્મદા માતાની માટી લાવી અષાઢી અમાસની રાત્રે પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે.
આ વર્ષે શ્રાવણ મહિનો ખુબ જ ખાસ માનવામાં આવે છે.
કારણ છે આ વર્ષે શ્રાવણ માસ એક મહીનાનો નહીં પણ બે મહીના રહેવાનો છે.
એમ પણ માનવામાં આવે છે કે, 19 વર્ષ પછી આ અદ્ભૂત યોગ બની રહ્યો છે.
ત્યારે ભરૂચ ભોઈ સમાજ દ્વારા આ શુભ સંયોગને ધ્યાને લઇ શ્રી મેઘરાજાની શ્રદ્ધા , ભકિત ભાવપૂર્વક સુશોભીત શણગાર કરી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
તારીખ 16 જુલાઈ અષાઢી અમાસે નર્મદા નદીની માટી લાવી એક જ રાતમાં મેઘરાજાની 5 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરી તેનું સ્થાપન સવારે કરવામાં આવશે.
ભરૂચ ઉપરાંત ગુજરાતભરના ભાવિક ભક્તો અધિક તેમજ શ્રાવણ માસમાં મેઘરાજાના દર્શન, પૂજન અને ભજનકીર્તનનો લ્હાવો 55 દિવસ સુધી લઈ શકશે.
જેને પગલે ભકતો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો