ભરુચના જંગલો થશે હર્યા-ભર્યા, લાખો છોડનું થયું પ્લાન્ટેશન
જિલ્લામાં આવેલા વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં જંગલ વિસ્તારનો પણ સમાવેશ થાય છે.
આ ત્રણેય તાલુકામાં એક જમાનામાં સાગ-સીરમ, ટીમરું, વાંસ તેમજ મહુડાના વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળતાં.
સાગ-સીરમ અને વાંસની ફર્નિચર બનાવવા માટે માંગ વધતાં કિંમતી વૃક્ષોનું મોટી સંખ્યામાં નિકંદન કરવામાં આવી રહ્યુ છે.
આ ત્રણ જિલ્લાઓમાં અંગ્રેજોના સમયથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે.
અંગ્રેજોના શાસનમાં ઝઘડિયાથી નેત્રંગ તાલુકામાં કિંમતી લાકડા લઈ જવા માટે ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
જંગલોમાં કિંમતી વૃક્ષોનું નિકંદન અટકે તે માટે તે સમયમાં પણ લોકો આગળ આવ્યા હતા.
લોકોએ વૃક્ષો તેમજ જંગલોને વેગ આપવા છોડવાઓના રોપણને વેગ આપ્યો હતો.
હાલના સમયમાં જંગલોનું જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે.
વન વિભાગની કચેરી દ્વારા જંગલોને ઉજ્જડ થતા અટકાવવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા હતા.
જંગલ ખાતાના ખાલી પડેલ પ્લોટ પર વૃક્ષો ઉગાડવા માટે નર્સરીઓ શરૂ કરવામાં આવી છે.
આ નર્સરીમાં સાગ-સીસમ, વાંસ, મહુડો અને અન્ય આયુર્વેદ દવા માટે ઉપયોગમાં લેવાતા વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે.
નેત્રંગ તાલુકાના પિંગોટ ગામ ખાતે વન વિભાગની નર્સરી આવેલી છે.
આ નર્સરી ખાતે 1 લાખ 80 હજાર છોડનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.
અહીં દેશી સાદડ, અર્જુન સાદડ, બીલી, હરડે, સીતાફળ, કાજુ, કોકરણ, ખેર, સીસમ, વાંસ, જમરૂખ, તણસ, કરમડા, કરંજ, ગરમાળો, ટિમ્બર, મહુડો, કુસુમ વગેરે છોડોનું પલાન્ટેશન કરવામાં આવ્યું છે.
કુસુમ છોડનો વપરાશ લાખની બંગડી સહિતની વસ્તુઓ બનાવવામાં કરવામાં આવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...