તબેલામાં 45 ટન ઓર્ગેનિક ખાતર બનાવી આ પશુપાલક કરે છે બંપર કમાણી

ભરૂચના કરજણ ગામમાં રહેતા પશુપાલક વિપુલભાઈ પટેલ તબેલામાં પશુઓના છાણનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખાતર બનાવી રહ્યા છે. 

પશુપાલક વિપુલભાઈ પટેલે ખાતર બનાવવા માટે 5 માણસો રાખે છે.

વિપુલભાઈ પાસે શરૂઆતમાં 8 ભેંસ હતી, હવે તેમના પાસે 50 ભેંસ અને 4 ગાય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેઓ છેલ્લા 3 વર્ષથી વિપુલભાઈ તબેલામાંથી નીકળતા છાણનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બનાવે છે.

વિપુલભાઈ પાસે ખાતર બનાવવા માટે હાલ 20 બેડ છે.

તબેલામાં છાણ 2થી 3 દિવસ રહેવા દેવામાં આવે છે. ત્યારબાદ તેના પાર પાણીનો છંટકાવ કરી તેમના દ્વારા તૈયાર કરેલા બેડમાં નાખી દેવામાં આવે છે.

બેડની અંદર નાખ્યા પછી અઠવાડિયા સુધી તેમાં પાણી છાંટવામાં આવે છે. ત્યારબાદ તેમાં અળસિયા નાખવામાં આવે છે. 

પશુપાલક વિપુલભાઈ પટેલ અળસિયા જોધપુર ખાતેથી લાવે છે.

પશુપાલક વિપુલભાઈ 40 કિલોનું પેકેટ તૈયાર કરે છે. 40 કિલોના બેગના ભાવ 320 રૂપિયા છે.

 આ ખાતરનો ઉપયોગ ગાર્ડન, શાકભાજી સહિતની ખેતીમાં તેનો વપરાશ કરવામાં આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...