'તાંબા પિત્તળના બેડાં મારા...' 

પાટણનું પટોળું જેટલું પ્રખ્યાત છે તેટલું જ શિહોરનું તાંબુ પ્રખ્યાત છે.

ભાવનગર જિલ્લાના શિહોરમાં તાંબા, પિત્તળના વાસણ મળે છે. 

સમગ્ર ગુજરાતમાં શિહોરમાં તાંબા, પિત્તળ બનાવવાનો ઉદ્યોગ આવેલો છે. 

શિહોરમાં અહીં તાંબા, પિત્તળ બનાવવાનો કાચો માલ પણ મળી રહે છે. 

અહીં આવેલી દુકાનોમાં જરમનના પણ વાસણો વધારે મળી રહે છે. 

તાંબા, પિત્તળના બેડા, માટલું, કળશ, ટીપ સહિતના રસોડાના તમામ પ્રકારના વાસણો અહીંથી મળી રહે છે.

અહીં વજન ઉપર આ શાનદાર તાંબા-પિત્તળના વાસણો તમને મળી રહેશે.

તાંબાનો પ્રતિ કિલોનો ભાવ અંદાજિત 4000 રૂપિયા સુધીનો છે.

પિત્તળનો પ્રતિ કિલોનો ભાવ 3000 રૂપિયા અંદાજિત હોય છે.

આ તાંબા, પિત્તળોનું એક વાસણ બનાવતા 15 થી 20 દિવસ જેટલો સમય લાગે છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો