એમેઝોનની મોટી તૈયારી, Meesho સાથે કોમ્પિટિશન કરવા આવી રહ્યું છે Bazaar
ભારતીય બજારમાં એમેઝોન અને ફ્લિપકાર્ટની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. હવે એમેઝોને નવી તૈયારીઓ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તે મીશોના હરીફને લોન્ચ કરવા જઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે એમેઝોન એક નવું વર્ટિકલ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. જ્યાં અનબ્રાન્ડેડ ફેશન અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટસ સસ્તામાં ખરીદી શકાશે
સસ્તી પ્રોડક્ટ્સ ખરીદનારા ઘણા લોકોએ એમેઝોનથી પોતાને દૂર કરી લીધા છે. આવી સ્થિતિમાં, ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને સમજી અને એક નવું વર્ટિકલ લોન્ચ કરવાની યોજના
એમેઝોન Bazaarનું ઓનબોર્ડિંગ શરૂ થઈ ગયું છે, જેમાં સેલર સાથે વાતચીત ચાલી રહી છે જે અનબ્રાન્ડ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.
જેમાં કપડાં, વોચ, શૂઝ અને જ્વેલરી વગેરેનો સમાવેશ થાય છે, જેની કિંમત 600 રૂપિયાથી ઓછી છે.
આ પ્રાઇસ સેગમેન્ટને જોતા તે સ્પષ્ટપણે દર્શાવે છે કે એમેઝોન સોફ્ટબેન્ક સમર્થિત મીશો સાથે કોમ્પિટિશન કરશે.
સસ્તા Bazaarને કબજે કરવાનો માર્ગ એમેઝોન માટે આસાન નથી. ફ્લિપકાર્ટની શોપ્સી અહીં પહેલેથી જ હાજર છે.
મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ઓછી કિંમતના પ્લેટફોર્મ અજિયો સ્ટ્રીટ પર કામ કરી રહી છે.