માછલીની ખેતીથી ખેડૂત બન્યો લખપતિ

બિહારનો આશિષ કુમાર પહેલા ઘરે-ઘરે જઈને બાળકોને ટ્યુશન કરાવતો.

પરંતુ, તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો ન થતાં તેણે ખેતીમાં ઝંપલાવ્યું. 

જોકે, ખેતીમાં પણ તેમને નિષ્ફળતા જ હાથ લાગી અને તે હતાશ થઈ ગયો.

આ દરમિયાન તેમની મુલાકાત તુન્ના મિશ્રા સાથે થઈ જ્યાંથી તેને મત્સ્ય ઉદ્યોગ વિશે માહિતી મળી. 

બાદમાં તેણે તુન્ના મિશ્રા સાથે મત્સ્ય ઉદ્યોગની તાલિમ લીધી.

આજે તેણે 70 એકરથી વધુના વિસ્તારમાં મત્સ્યઉદ્યોગ વિકસાવ્યો છે.

જેના દ્વારા તે માછલીના બીજનું વેચાણ કરીને તે સારી કમાણી કરી રહ્યો છે. 

હાલ, આશિષ માછલીના બીજ વેચીને મહિને બે લાખની કમાણી કરે છે.

આશિષે B.A સુધીનો અભ્યાસ કરેલો છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો