પડોશીની પ્રેરણાથી ખેડૂતની બદલાઈ કિસ્મત!

પરિવારના સભ્યો જ નહીં ઘણીવાર પાડોશી પણ નસીબ બદલી શકે છે. 

બિહારના ખેડૂત ખિરચાનલાલે પાડોશીથી પ્રેરણા લઈને શાકભાજીની ખેતી કરી. 

પરંપરાગત પાકોની સાથે બાગાયતી અને રોકડીયા પાકોની ખેતીથી નફો કરી રહ્યા છે. 

ખેડૂતે 1.25 વીઘા જમીનમાં પહેલીવાર પુસા બ્રીજની દૂધીની ખેતી કરી હતી. 

આ પહેલાં તેઓ ડાંગર, ઘઉં અને મકાઈની ખેતી કરતા હતાં. જેમાં ખાસ નફો નહતો. 

તે સમયે પાડોશી ખેડૂતો શાકભાજીની ખેતીથી સારો નફો મેળવતા હતાં. 

તેને જોઈને ખેડૂતે શાકભાજીમાં દૂધી સિવાય કોબીજની ખેતી પણ કરી હતી.

હાલ, તેઓ શાકભાજીની ખેતીથી લાખોની કમાણી કરી રહ્યા છે. 

હાલ, તેઓ પરંપરાગત અનાજની ખેતી કરતાં શાકભાજીની ખેતીમાં સારો નફો રળી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો