ભાજપ
ના એ
મંત્રીઓ
જે જીતતા-જીતતા
હારી ગયાં
ભાજપના ગઠબંધન NDA એ આંકડો પાર પણ કરી લીધો છે.
ભાજપ આ વખતે બહુમતી સાથે સરકાર બનાવી શકી નથી. જેમાં ઘણાં મંત્રીની પણ હાર થઈ છે.
સ્મૃતિ ઈરાનીઃ
મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીમાં કોંગ્રેસ સામે હારી ગઈ છે.
કૈલાશ ચૌધરીઃ
રાજસ્થાનના બાડમેરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીની કોંગ્રેસી ઉમેદવાર રામ બેનીવાલ સામે હારી ગયાં હતાં.
આર. કે સિંહઃ
બિહારના આરાથી ભાજપ ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી આર. કે સિંહ CPIM ના સુદામા પ્રસાદ સામે હારી ગયા છે.
નિસિથ પ્રમાણિકઃ
ભાજપ ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રમાણિકની બંગાળના કૂચબિહારથી ટીએમસીના જગદીશ ચંદ્ર વસુનિયા સામે હાર થઈ છે.
રાજીવ ચંદ્રશેખરઃ
કેરળના તિરુવનંતપુરમથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર કોંગ્રેસના શશિ થરૂર ચૂંટણી હારી ગયા છે.
અર્જૂન મુંડાઃ
ઝારખંડના ખૂંટીથી ભાજપ ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી અર્જૂન મુંડાને કોંગ્રેસના કાલી ચરણ મુંડા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અજય મિશ્રા ટેનીઃ
ઉત્તર પ્રદેશના ખીરીથી બે વાર સાંસદ અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ચેની સપાના ઉત્કર્ષ વર્મા સામે હારી ગયાં છે.
મહેન્દ્રનાથ પાંડેઃ
યુપીના ચંદોલીથી ભાજપના ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે સપાના વીરેન્દ્ર સિંહ સામે ચૂંટણી હારી ગયા છે.
કૌશલ કિશોરઃ
યુપીના મોહનલાલગંજથી સપાના આરકે ચૌધરી સામે હાર થઈ હતી.
ભાનુ પ્રતાપ સિંહઃ
યુપીના જાલૌનથી ભાજપ નેતા તેમજ કેન્દ્રીય મંત્રી ભાનુ પ્રતાપ સિંહ સપાના નારાયણ દાસ અહિરવાર સામે હારી ગયાં.
સાધ્વી નિરંજન જ્યોતિઃ
યુપીના ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિને સપાના નરેશ ચંદ્ર ઉત્તમ પટેલ હારનો સામનો કરવો પડ્યો.
સંજીવ કુમાર બાલિયાનઃ
યુપીના મુઝફ્ફરનગરથી ભાજપ નેતા તેમજ કેન્દ્રીય મંત્રી સંજીવ કુમાર બાલિયાનને સપાના હરેન્દ્ર સિંહ મલિક સામે હારનો સામનો કરવો પડ્યો.