કાળી દ્રાક્ષ સારા સ્વાસ્થ્યની જાળવણી માટે ફાયદાકારક છે.
તે કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર છે.
તે ખાવાથી શરીરને ઘણી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
કાળી દ્રાક્ષ લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારીને એનિમિયાને અટકાવે છે.
તેમાં એવા ગુણધર્મો છે જે ખરાબ કોલેસ્ટ્રોલ અથવા એલડીએલ ઘટાડે છે.
પોટેશિયમથી ભરપૂર કાળી દ્રાક્ષ હાઇ પ્રેસરને સામાન્ય રાખે છે.
તેને નિયમિત રીતે ખાવાથી કબજિયાત અને અપચોથી રાહત મળે છે.
કાળી દાક્ષ હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે