ગુજરાતનું એવું મંદિર, જ્યાં મૂંગા પણ બોલવા લાગે છે!
ઇડરના ઈશ્વરપુરા ગામ પાસે બોબડી માતાજીનું મંદિર આવેલું છે.
આ મંદિરની આસપાસ નયનરમ્ય ડુંગરો જોવા મળે છે.
લોકવાયકા છે કે, બોબડી માતાની માનતાથી મૂંગાપણું દૂર થાય છે.
લોકો આ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માટે આવે છે.
સ્થાનિકો ઉપરાંત રાજસ્થાન, અમદાવાદ અને મહારાષ્ટ્રથી લોકો અહીં માનતા રાખે છે.
વર્ષોથી મંદિરની પૂજા-આરતી કરતાં સેવક મગનભાઈએ જણાવ્યું કે, આ મંદિર 50 વર્ષથી જૂનું છે.
જો કોઈ બાળક 5 વર્ષ સુધી ન બોલી શકે તો માતા-પિતાને ચિંતા થાય છે કે, તે બોલી શકશે કે નહીં.
તેથી, માતા-પિતા બોબડી માતાની માનતા રાખે છે અને માતાજી મૂંગાપણું દૂર કરતાં હોવાની માન્યતા છે.
મૂંગુ બાળક બોલતું થાય તે માટે બોબડી માતા સમક્ષ આવીને સોના અથવા ચાંદીની જીભ ચઢાવે છે.
નાના બાળકો સિવાય, મોટી ઉંમરની વ્યક્તિની જીભ ચોટે અથવા તોતડાપણું હોય તો પણ અહીં બાધા રાખવામાં આવે છે.
ઈડર તાલુકાના ઝીંઝવા ગામના દરેક સમાજ અને કોમના લોકોની બાબરી આ મંદિરે જ થાય છે.
ઝીંઝવા ગામના લોકો માતાજી માટે અસીમ શ્રદ્ધા ધરાવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...