આ 3 શેર કરાવી શકે છે 30% નુકસાન, એક્સપર્ટે કહ્યું- વેચી દેજો

જો તમે ઇન્ડિયન હોટેલ્સ, અપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા અને ક્લિન સાયન્સ એન્ડ ટેકના સ્ટોક્સ ધરાવો છો તો તમારા માટે કામના સમાચાર છે. 

બ્રોકરેજ અનુસાર આ સ્ટોક્સ હાલના લેવલથી લગભગ 30 ટકા ઘટી શકે છે.

 બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે પરીણામોના આધારે 3 શેરોને તાત્કાલિક વેચવાની સલાહ આપી છે, જે હાલના લેવલથી 30 ટકા તૂટી શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઇન્ડિયન હોટેલ્સ- ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી કંપની ઇન્ડિલ હોટેલ્સની રેવેન્યૂ વાર્ષિક આધારે 16.5 ટકા ઉછળીને 1960 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

તેના શેર ગત વર્ષે 59 ટકા વધ્યા હતા તેથી બ્રોકરેજે તેની રેટિંગ ઘટાડીને રિડ્યૂસ કરી છે અને ટાર્ગેટ પ્રાઇસ 456 રૂપિયા નક્કી કરી છે. જે હાલના ભાવથી લગભગ 14 ટકા ડાઉનસાઇડ છે.

એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા- કંપનીની લોન ગ્રોથ વાર્ષિક સ્તરે 28 ટકા રહી છે અને ઓપરેટિંગ એક્સપેન્ડિચરમાં સુધારો થયો અને તે એસેટ અંડર મેનેજમેન્ટના 2.6 ટકા રહ્યો છે. ક્રેડિટ કોસ્ટ લગભગ સ્થિર રહી હતી.

બ્રોકરેજે રિડ્યૂસ રેટિંગામાં કોઇ બદલાવ તો નથી કર્યો પરંતુ ટાર્ગેટ પ્રાઇસ પણ ઘટીને 280 રૂપિયા કરી દીધી છે. આ ટાર્ગેટ પ્રાસ હાલના લેવલથી લગભગ 22 ટકા ડાઉનસાઇડ છે. 

ક્લિન સાયન્સ એન્ડ ટેક્નોલોજી- બ્રોકરેજ અનુસાર, તેનો ગ્રોસ પ્રોફિટ માર્જિન નાણાકિય વર્ષ 2023માં 65 ટકાથી 2026 સુધી 5.17 ટકા તૂટી શકે છે. તો EBITDA માર્જિન પણ આ દરમિયાન 3.41 ટકા ઘટી શકે છે. નાણાકિય વર્ષ 2023માં તેનો EBITDA માર્જિન 43 ટકા પર હતો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.