42% ગબડી શકે આ શેરનો ભાવ, વેચવામાં જ ભલાઈ

આ વર્ષે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રોકાણવાળી ગો ડિજિટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની (Go Digit General Indurance)ના શેર શેર બજારમાં લિસ્ટ થયા હતા.

 આ IPOમાં રોકાણ કરનાર રોકાણકારોને 46 ટકાથી વધુ રિટર્ન મળી ચૂક્યું છે. આ શેર કારોબારી દિવસ પહેલા જ રેકોર્ડ હાઈ પર હતા. 

કંપનીની તમામ બાબતો પોઝિટિવ છે, જેમ કે કંપનીનો ગ્રોથ થવાની શક્યતાઓ અને તેની સ્ટ્રેટેજી. પરંતુ બ્રોકરેજ ફાર્મ Emkay Globalએ આ શેરને વેચવાની સલાહ આપી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સેબી પાસે દાખલ IPOના ડ્રાફ્ટ અનુસાર, વિરાટ કોહલી આ કંપનીના 2,66,667 શેર્સ અને અનુષ્કા શર્મા 66.667 શેર ધરાવે છે, બંનેએ આ શેર 14 ફેબ્રુઆરી, 2020ના રોજ 75 રૂપિયાના ભાવે ખરીદ્યા હતા.

બ્રોકરેજ ફર્મ Emkayએ 1 સપ્ટેમ્બર, 2024ના પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, કંપનીની મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજીની ક્ષમતાને લઈને કોઈ સવાલ નથી, પરંતુ કંપનીને ગ્રોથ અને પ્રોફિટ બંને મળે તે પાક્કું ન કહી શકાય. 

આ ઉપરાંત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સના સુસ્ત ટેરિફ આઉટલૂક અને મોટર ઓન ડેમેજમાં સતત વધતા કોમ્પિટિશન સાથે ગો ડિજિટન શેરોના પ્રીમિયમ વેલ્યુએશનના કારણે બ્રોકરેજે ફરીથી તેને સેલ રેટિંગ આપ્યું છે. 

શેર માટે ટાર્ગેટ પ્રાઇસ 230 રૂપિયા છે અને તે હાલના લેવલથી 41.47 ટકા ડાઉનસાઇડ છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.