આ શેરમાં આવી શકે 56 ટકા તેજી, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો

અંબુજા સિમેન્ટના શેરમાં 11 જુલાઈના રોજ 3 ટકાથી વધુ વધ્યા તેજી જોવા મળી હતી. જણાવી દઈએ કે, અદાણી ગ્રુપની આ સિમેન્ટ કંપનીના શેરોમાં તેજી વિદેશી બ્રોકરેજ ફર્મ નોમુરા (Nomura) દ્વારા રેટિંગ વધાર્યા બાદ આવી છે.

નોમુરાએ અંબુજાના આક્રમક કેપેસીટી એક્સપેંશનને ધ્યાનમાં રાખીને તેની રેટિંગ ડબલ અપગ્રેડ કરીને ‘Buy’ કરી દીધી છે. 

બ્રોકરેજ ફર્મે અંબુજાના શેરની ટાર્ગેટ પ્રાઇસ 500 રૂપિયાથી વધારીને 780 રૂપિયા કરી દીધી છે, જે લગભગ 56 ટકાના વધારાની આશા દર્શાવે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જણાવી દઈએ કે, હાલ અંબુજા સિમેન્ટ્સ 10,422 કરોડ રૂપિયામાં પેન્ના સિમેન્ટના અધિગ્રહણની પ્રક્રિયામાં લાગેલું છે, જેની કેપેસીટી 90 લાખ ટન પ્રતિ વર્ષ છે.

નોમુરાએ કહ્યું કે, “આ અધિગ્રહણથી નાણાંકીય વર્ષ 2024થી 26 દરમિયાન અંબુજાની કેપેસિટીમાં 14 ટકા CAGRના દરથી વધારાની આશા છે, જ્યારે ઇન્ડસ્ટ્રી માટે તે 6 ટકા અને અલ્ટ્રાટેક માટે 9 ટકા છે.”

પેન્ના અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝના તાજેતરમાં કરવામાં આવેલા અધિગ્રહણથી અંબુજાને નવા માર્કેટમાં પ્રવેશવાની તક મળવાની સાથે તે દક્ષિણ ભારતની ત્રીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગઈ છે. 

નોમુરાએ કહ્યું કે, અંબુજાના ખર્ચને નિયંત્રિત કરવાના ઉપાયો અને બ્રાઉનફિલ્ડ વિકલ્પોમાં વધારાને જોતાં તેની ટાર્ગેટ પ્રાઇસ વધારવામાં આવી છે. 

નોમુરાનું માનવું છે કે, હિટનો ઓછો વપરાશ અને ગ્રીન પાવરની વધુ ભાગીદારીથી અંબુજા સિમેન્ટ્સની બચતમાં પણ વધારો થશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.