બ્રોકરેજે આપ્યો ટાર્ગેટ! Tataનો આ શેર 700ની પાર જશે
ટાટા એટલે વિશ્વાસનું બીજુ નામ. તેણે શેરબજારમાં પણ વિશ્વાસને કાયમ રાખ્યો છે.
ટાટા મોટર્સના શેરોએ રોકાણકારોને અધધ વળતર આપ્યું છે. લાંબાગાળાની સાથે-સાથે નાના ટાઈમ ફ્રેમમાં પણ શેરે રોકાણકારોને શાનદાર કમાણી કરાવી છે.
ટાટા મોટર્સના શેરે લગભગ 3 વર્ષમાં 830 ટકાનું વળતર આપ્યું છે.
બ્રોકરેજના અંદાજ પ્રમાણે, આમાં હજુ પણ શાનદાર કમાણીનો મોકો છે અને વર્તમાન સ્તરેથી તે 21 ટકા ઉપર જઈ શકે છે.
ટાટા મોટર્સના શેર 3 એપ્રિલ 2020ના રોજ માત્ર 65.20 રૂપિયા પર હતા. હવે તે 607.15 રૂપિયા પર છે.
એટલે કે માત્ર 3 વર્ષમાં જ રોકાણકારોને લગભગ 830 ટકાનું વળતર આપ્યું છે.
26 જુલાઈ 2023ના રોજ શેર એક વર્ષની હાઈ 665.30 રૂપિયા પર પહોંચી ગયા. આ હાઈ સ્તરથી લગભગ શેર 9 ટકા ડિસ્કાઉન્ટ પર છે.
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિઝે તેની રેટિંગને અપગ્રેડ કરીને ખરીદી કરી છે અને ટાર્ગેટ પ્રાઈસ પણ વધીને 737 રૂપિયા કરી દીધો છે.
એક અન્ય બ્રોકરેજ ફર્મ એમકાયએ 750 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદીની રેટિંગને કાયમ રાખી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.