બ્રોકરેજે કરી આગાહી! આ ઝુનઝુનવાલા સ્ટોક રોકેટ બનશે

રેખા ઝુનઝુવાલાના પોર્ટફોલિયોમાં સામેલ સ્ટાર હેલ્થના શેર પર દેશના દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ બુલિશ છે. 

બ્રોકરેજનું કહેવું છે કે, આવનારા સમયમાં આ શેર રોકાણકારોને તગડો નફો કરાવી શકે છે. 

હાલ આ ઈન્શ્યોરન્સ શેર તેની રેકોર્ડ હાઈથી ઘણો નીચે ટ્રેડ થઈ રહ્યો છે અને તેની વેલ્યૂએશન હવે આકર્ષક દેખાઈ રહી છે. 

MORE  NEWS...

ફ્રીમાં મળી રહ્યો છે iPhone 15! બસ આ કામ કરી દો

ગોલ્ડન ચાન્સ! તહેવારી સિઝનમાં સસ્તું થઈ શકે સોનું

નોકરી છોડો આ બિઝનેસ કરો! દર મહિને આરામથી 1 લાખ કમાશો

આ જ કારણ છે કે, બ્રોકરેજે તેને ખરીદવાની સલાહ આપી છે. ગુરુવાર 21 સપ્ટેમ્બરના રોજ સ્ટાર હેલ્થના શેર એનએસઈ પર 604 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા.

મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, FY23-25ના દરમિયાન ગ્રોસ પ્રીમિયમમાં 19% CAGR વૃદ્ધિ જોવા મળી શકે છે. 

આ ફેક્ટર્સના કારણે કંપનીની નફાકારકતામાં FY23-25 દરમિયાન ઉછાળો આવી શકે છે.

બ્રોકરેજનો અંદાજ છે કે, આવનારા સમયમાં આ શેર 760 રૂપિયાના સ્તરને સ્પર્શ કરી શકે છે. તેનો અર્થ છે કે, વર્તમાન સ્તરથી આમાં 25 ટકાનો ઉછાળો આવી શકે છે.

સ્ટાર હેલ્થના શેરમાં ગત એક વર્ષમાં 15 ટકાનો ઘટાડો આવ્યો છે. વર્ષ 2023માં આ શેર લગભગ સ્થિર રહ્યો છે અને હજુ સુધી તેણે 3 ટકાનું રિટર્ન આપ્યું છે.

MORE  NEWS...

શેરબજારના રોકાણકારો માટે વધુ મુશ્કેલી, 7 દિવસમાં આ કામ પતાવવું પડશે

લાંબી રેસનો ઘોડો છે આ સરકારી શેર, થોડા વર્ષમાં બનાવશે લખપતિ!

લોકોના વાળ કાપીને 400 કરોડનો માલિક બની ગયો આ વ્યક્તિ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.