બજેટના દિવસે ભરપૂર કમાણી કરાવી શકે આ 3 શેર

યૂનિયન બજેટ રજૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય રહી ગયો છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરશે. 

આ બજેટ એવા સમયે આવી રહ્યું છે, જ્યારે શેરબજારના મુખ્ય સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈ પર છે. ગત ઘણા સપ્તાહથી માર્કેટમાં તેજી યથાવત છે. 

એક્સપર્ટનું કહેવું છે કે, જો બજેટમાં માર્કેટની આશાઓ પૂરી થાય છે, તો આગળ પણ તેજી યથાવત રહી શકે છે. શેરબજારની નજર કેપિટલ એક્સપેન્ડિચર અને ફિક્સલ કન્સોલિડેશન પર રહેશે.. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જેએમ ફાઈનાન્શિયલના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સોની પટનાયકે LIC હાઉસિંગ ફાઈનાન્સ, NTPC અને BELને ટોપ પિક્સ જણાવી છે.

LIC હાઉસિંગ ફાઈનાન્સ- આ શેરના 820ના કોલ ઓપ્શનને 15 રૂપિયા પર ખરીદવાની સલાહ છે અને 850 કોલ ઓપ્શનને 8.5 રૂપિયા પર વેચવાની સલાહ છે. 

મેક્સિમમ રિસ્ક 6.5 રૂપિયા છે. ઉદ્દેશ ટોટલ પ્રીમિયમમાં 15 પોઈન્ટ્સની સાથે 860ના ટાર્ગેટનો છે. સ્ટોપલોસ 760 રૂપિયા હશે.

NTPC- જુલાઈ સીરિઝ માટે કોલ સ્પ્રેડ ખરીદવાની સલાહ છે. 390નું કોલ ઓપ્શન 5 રૂપિયા પર ખરીદવા અને 410નું કોલ ઓપ્શન 1.5 રૂપિયા પર વેચવાની સલાહ છે. 

10-12 પોઈન્ટ્સ પ્રીમિયમની સાથે ટાર્ગેટ 410/425 રૂપિયા છે. સ્ટોપલોસ 360 રૂપિયા છે. હાલમાં શોર્ટ કવરિંગ અને લગભગ 370-365 રૂપિયા પર સ્ટ્રોન્ગ સપોર્ટની સાથે નિયમ ટર્મમાં તે 400ની ઉપર જાય તેવી શક્યતા છે.

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ- 330 રૂપિયાના કોલ ઓપ્શન 10.5 રૂપિયામાં ખરીદવા અને 350 રૂપિયાનું કોલ ઓપ્શન 4.5 રૂપિયામાં વેચવાની સલાહ છે. 

10/12 પોઈન્ટ ટોટલ પ્રીમિયમની સાથે ટાર્ગેટ 360/370 રૂપિયા છે, જ્યારે 300 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો જોઈએ. આ શેરમાં આ સ્તરથી લગભગ 300 કન્સોલિડેશન છે. તેનાથી 340ની ઉપર નવું બ્રેકઆઉટ છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.