પશુપાલનથી એક દિવસમાં 42000 ની કમાણી

રાજસ્થાન રાજ્ય ભારતમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરતું રાજ્ય છે.

તેનું ઉદાહરણ એ છે કે, નાગૌર પાસે આવેલા રોલ ગામના આ પાંચ ભાઈઓ પાસે 210 ગાયો અને ભેંસ છે.

તેઓ 25 વર્ષથી વધુ સમયથી આ કામ કરી રહ્યા છે.

એટલું જ નહીં, દૂધ સિવાય તેઓ ઘી, પનીર અને દહીં બનાવવાનું પણ કામ કરે છે.

પશુપાલકે જણાવ્યું કે, હાલમાં તેમની પાસે 140 ભેંસ અને 70 ગાયો છે.

જેમાં મુર્રા, સુરતી, જાફરી સહિત અનેક જાતિની ભેંસો છે.

ગાયોમાં રાઠી, થરપારકર, ગીર, સાહિલવાલ, અજમેરી અને દેશી ગાયોની જાતિઓ છે.

પુખરાજે જણાવ્યું કે, સવાર અને સાંજે સાડા છ ક્વિન્ટલ દૂધનું ઉત્પાદન થાય છે.

દરરોજ દૂધ 42,000 રૂપિયાનું વેચાય છે. આ ઉપરાંત, દરરોજ લગભગ 30,000 રૂપિયાનો ખર્ચ થાય છે.

એક વર્ષમાં 12 થી 13 લાખ રૂપિયાની બચત થાય છે.

પુખરાજે જણાવ્યું કે, અહીં 20 થી વધુ લોકો પ્રાણીઓની સંભાળ રાખવાનું કામ કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો