જો તમે ઓછા ખર્ચમાં તગડી કમાણી કરવા માગો છો તો આ બિઝનેસ છે પરફેક્ટ.
આ બિઝનેસ પેપર સ્ટ્રો મેકિંગ (Paper Straw Making) નો ધંધો છે.
બજારમાં પેપર સ્ટ્રોની માગ સતત વધી રહી છે. જેના કારણે આ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ એક મોટો બિઝનેસ બની રહ્યો છે.
ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર 1 જુલાઈ 2022થી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે..
સરકારના આ નિર્ણયથી બજારમાં પ્લાસ્ટિક સ્ટ્રોની જગ્યા પેપર સ્ટ્રોએ લઈ લીધી છે.
બિઝનેસ શરુ કરતાં પહેલા સરકાર પાસેથી આટલી મંજૂરીઓ લેવી પડશે.
પેપર સ્ટ્રો મેકિંગ બિઝનેસનો પ્રોજેક્ટ કોસ્ટ 19.44 લાખ રુપિયા છે. જેમાં તમારે ફક્ત 1.94 લાખ રુપિયા જ ખર્ચ કરવા પડશે.
જ્યારે બાકીના રુપિયા માટે અને બિઝનેસ શરુ કરવા તમે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ લોન લઈ શકો છો.
કોઈપણ હોટેલમાં કોલ્ડ ડ્રિંક્સથી નારિયળ પાણી અને લસ્સીથી લઈને કોઈપણ પ્રવાહી પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ થાય છે.
પેપર સ્ટ્રો બનાવવા માટે ફૂડ ગ્રેડ પેપર, ફૂડ ગ્રેડ ગમ પાઉડર અને પેકેજિંગ મટિરિયલની જરુરિયાત પડે છે.
આ ઉપરાંત પેપર સ્ટ્રો મેકિંગ મશીન જોઈએ જેની કિંમત લગભગ 9 લાખ આસપાસ છે.
પેપર સ્ટ્રો મેકિંગના આ બિઝનેસમાં દર મહિને 2-3 લાખ રુપિયાની કમાણી કરી શકો છો.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.