10થી 12 દિવસ માટે ખરીદી લો આ શેર્સ, દિવાળીનો ખર્ચો નીકળી જ

દિવાળી પહેલા બજાર એક મોટો ઘટાડો જોઈ ચૂક્યું છે અને હવે ધીરે-ધીરે ફરીથી ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

એવામાં દિવાળી સુધી ક્વાલિટી સ્ટોક્સમાં રૂપિયા લગાવીને સારી કમાણી કરી શકાય છે. પરંતુ, સવાલ એ છે કે, કયા શેરોમાં રૂપિયા લગાવવા.

ઘટાડાના આ સમયમાં મોટાભાગના રોકાણકારો સાવચેતીથી રોકાણ કરી રહ્યા છે. એવામાં તમે પણ દિગ્ગજ બ્રોકરેજ ફર્મની સલાહના આધાર પર રોકાણ કરીને પ્રોફિટ કમાઈ શકો છો. 

MORE  NEWS...

જો ઉપયોગ કરવો હોય તો જ બેંક પાસેથી લેજો ક્રેડિટ કાર્ડ, નહીં તો વગર મફતનો ચૂકવવો પડશે ભારે ચાર્જ

કુંવારા રહ્યા કરતા લગ્ન કરી લો! લાખો રૂપિયાના નુકસાનથી બચી જશો; ઈનકમ ટેક્સમાં પણ ભારે છૂટ મળશે

10થી 12 દિવસ માટે ખરીદી લો આ શેર્સ, એટલી કમાણી કરાવશે કે દિવાળીમાં ખર્ચો કરવા માટે રૂપિયા નહીં ખૂટે

અમે તમને બ્રોકરેજ ફર્મ દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક જોરદાર સ્ટોક આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ.

Axis Securitiesએ ફાર્મા કંપની એલ્કેમ લેબોરેટરીઝ પર ખરીદીની સલાહ આપી છે. આ શેર 3,865-4000 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. એલ્કેમ લેબોરેટરીઝના શેરને 3,660-3,588ની રેન્જમાં ખરીદો અને 3,505નું સ્ટોપલોસ રાખો.

Axis સિક્યોરિટીઝના અનુસાર, Canara Bankના શેરમાં તેજીની શક્યતા છે અને તે 407-418 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. એવામાં આ શેરને 372-366 રૂપિયાની વચ્ચે ખરીદો અને 350 રૂપિયા પર સ્ટોપલોસ રાખો.

આનંદ રાઠી શેર એન્ડ રિસર્ચના જિગર પટેલે ટાટા ટેલીસર્વિસિઝના શેરોમાં ખરીદીની સલાહ આપી છે. એવામાં આ શેરને 84-87 રૂપિયાના ભાવ પર 100 રૂપિયાના ટાર્ગેટની સાથે ખરીદો અને 78 રૂપિયા પર સ્ટોપલોસ રાખો.

પ્રભુદાસ લીલાધર રાઠીના એનાલિસ્ટ શિજૂ કૂથુપલક્કલે BHELના શેરો પર ખરીદીની સલાહ આપી છે. તેને 133 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ માટે ખરીદી શકાય છે. આમાં 111 રૂપિયા પર સ્ટોપલોસ રાખીને રોકાણ કરવું.

MORE  NEWS...

1 શેરના બદલામાં 6 બોનસ શેર આપશે આ કંપની, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ?

માત્ર 4-5 કલાકનું કામ, રોજની 5000 રૂપિયાની કમાણી; આ બિઝનેસમાં એકલા હાથે ધનના ઢગલાં થઈ જશે

ઘટતા-ઘટતા 400 રૂપિયાથી સીધો રૂ.16 પર આવી ગયો શેર, એક્સપર્ટે કહ્યું- દૂર રહજો; હજુ પણ 12% ઘટશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.