12થી 15 દિવસમાં કમાણી કરવી હોય તો આ શેર ખરીદી લો

LKP Securitiesના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ રુપક ડેનું માનવું છે કે, વર્તમાન સ્થિતિમાં કેટલાક એવા શેર છે, જેમાં કમાણીનો મોકો દેખાઈ રહ્યો છે. 

તેમણે ટૂંકાગાળામાં કમાણી માટે અહીં આપેલા શેરો પર દાવ લગાવવાની સલાહ આપી છે.

Bharti Airtel- આ શેરમાં ખરીદીની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 880 રૂપિયા છે. તેમાં 844 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે. ટાર્ગેટ પ્રાઈસ 950 રૂપિયા છે. 

ભારતી એરટેલના શેરમાં 8 ટકા સુધીની કમાણી થઈ શકે છે. 

Indian Hotels Company- આ શેરમાં લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 431.5 રૂપિયા છે. 410 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે. ટાર્ગેટ પ્રાઈસ 465-475 રૂપિયા છે.

ઈન્ડિયન હોટલ્સના શેરમાં 10 ટકા સુધીની તેજી જોવા મળી શકે છે.

ITI- આ શેરમાં રોકાણ કરવાની સલાહ છે. લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 127.70 રૂપિયા છે. આમાં 119 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે. ટાર્ગેટ પ્રાઈસ 145 રૂપિયા છે. 

ટૂંકાગાળામાં આ શેરમાં 13.5 ટકા સુધીની તેજી જોવા મળી શકે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.