ધનતેરસના શુભ અવસરે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, સોનાના ઘરેણાં કે સિક્કાની ખરીદીથી તમને નુકસાન થઈ શકે છે.
જો તમે સોનાના સિક્કા કે બિસ્કિટ ખરીદો છો, તો પણ તમારે 3થી 5 ટકા માર્કિંગ ચાર્જ આપવો પડે છે. તે સોનાની વેલ્યૂના હિસાબથી લાગે છે. જે તમારા સોનાને મોંઘુ બનાવે છે.
RBIએ સોનાની ખપત ઓછી કરવા માટે સોવરેન ગોલ્ડ બોન્ડ લોન્ચ કર્યા હતા. તે તમને બે પ્રકારનો ફાયદો પહોંચાડે છે.
જ્યારે તમે ગોલ્ડ બોન્ડ ખરીદો છો, ત્યારે ડિજિટલ પેમેન્ટ કરવા પર તમને તે બજારથી 50 રૂપિયા પ્રતિ ગ્રામ ઓછા ભાવે મળે છે. જ્યારે મેચ્યોરિટી પર રિટર્ન તે સમયની ગોલ્ડ પ્રાઈસના હિસાબથી મળે છે.
RBI ગોલ્ડ બોન્ડ પર દર વર્ષે 2.5 ટકાનું વ્યાજ અલગથી આપે છે. આ રીતે ફિજિકલ ગોલ્ડના મુકાબલે આ સોના પર તમને વધારે રિટર્ન મળે છે.
RBI ડીમેટ ફોર્મમાં ગોલ્ડ બોન્ડની ટ્રેડિંગનો પણ વિકલ્પ આપે છે. તેની મેચ્યોરિટી 8 વર્ષની હોય છે. જો કે, 5માં વર્ષે પ્રી મેચ્યોર રિડીમ કરવા પર ઓપ્શન મળી જાય છે.
બીરબલના દિમાગમાંથી નીકળી હોય તેવી યુક્તિ! જાણી લેશો તો 50 લાખ રૂપિયાનું ઘર માત્ર 27 લાખમાં મળી જશે
આ તો ચિરાગમાંથી નીકળેલા જીન જેવી ખેતી, 1 વીઘામાં દર પાંચમાં દિવસે થશે 10,000 રૂપિયાની કમાણી
ખિસ્સામાં માત્ર રૂ.300 લઈને નીકળેલી છોકરીએ ઊભો કરી દીધો 100 કરોડનો કારોબાર