ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી પણ ઉતરી શકે છે વજન? 

શરીરને સ્વસ્થ્ય રાખવા માટે અનેક પોષક તત્વોની જરૂર હોય છે, જે વિવિધ આહારમાંથી મળે છે.

અનાજ, ફળ, ડેરી પ્રોડક્સ ઉપરાંત ડ્રાય ફૂટ્સ પણ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.

ડ્રાય ફ્રૂટ્સ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સાથે તમારા શરીરને ઘણા પોષક તત્વો પણ આપે છે.

અભ્યાસ અનુસાર, ડ્રાય ફ્રૂટ્સ શરીરનું મેટાબોલિઝ્મ બનાવે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

ડ્રાય ફ્રૂટ્સમાં અનસેચુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય છે, જે શરીર માટે ખૂબ જ લાભદાયી મનાય છે.

તે વોટલોસ માટે નાસ્તા તરીકે પણ સરસ વિકલ્પ છે. તેમાં પ્રોટીનનું  પ્રમાણ વધુ હોય છે. જે ભૂખ ઘટાડવા અને પેટ ભરેલું ફીલ કરાવવામાં મદદ કરે છે.

બદામમાં કેલરી ઓછી અને પોષક તત્વ વધુ હોય છે. જે વજન ઘટાડવાની સાથે શરીરને પોષક તત્વો આપે છે.

પીસ્તા ફાયરબરથી ભરપૂર હોય છે. તે પાચનમાં મદદ કરે છે. પેટ ભરેલું ફીલ કરાવવામાં મદદ કરે છે.

કાજુમાં મોટા પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, જે વજન ઘટાડવા માટે લાભદાયી છે. મેગ્નેશિયમ શરીરમાં ફેટ અને કાર્બોહાઇડ્રેટ કન્ટ્રોલ કરે છે.

અખરોટ, ખજૂર, હેઝલનટ જેવા ડ્રાયફ્રૂટ્સ પણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.