કેનેડા હાલ સૌથી વધુ ચર્ચામાં છે ત્યારે વિદ્યાર્થીઓ પણ ચિંતિત છે.
કેનેડામાં સૌથી વધુ પરદેશી વિદ્યાર્થીઓનો ધસારો રહેતો હોય છે. જેમાં એશિયાના વિદ્યાર્થીઓ વધુ હોય છે.
ત્યાંની યુનિવર્સિટીઓમાં અલગ-અલગ ત્રણ ઈન્ટેક્સમાં એડમિશન મળે છે.
સૌથી પ્રચલિત સપ્ટેમ્બર કે ફોલ ઈન્ટેક છે, જેમાં એડમિશનનો ધસારો વધુ હોય છે.
આ પછી બીજા નંબરે જાન્યુઆરી કે વિન્ટર ઈન્ટેક અને ત્રીજા નંબરે મે કે સમર ઈન્ટેક છે.
ફોલ ઈન્ટેક કે જે સપ્ટેમ્બરમાં આવે છે તેના માટે પ્રવેશ પ્રક્રિયા ડિસેમ્બરથી માર્ચ દરમિયાન થાય છે.
જાન્યુઆરીમાં આવતા વિન્ટર ઈન્ટેક માટેની પ્રવેશ પ્રક્રિયા સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન થાય છે.
જ્યારે મે કે સમર ઈન્ટેક માટેની પ્રવેશ પ્રક્રિયા જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન થતી હોય છે.
હાલ કેનેડાની સ્થિતિ છે તેના કારણે જાન્યુઆરી કે વિન્ટર ઈન્ટેક્ટને લઈને વિદ્યાર્થીઓ ચિંતિત છે.
વિદ્યાર્થીઓ કેનેડા જતા પહેલા ત્યાની સ્થિતિ જાણવા સાથે એજન્ટને વિવિધ સવાલો કરી રહ્યા છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...