વડોદરાની રોમા પટેલને પ્રેમમાં મળ્યો ઉજળે 'ચમન'
પાકિસ્તાની સીમા હૈદર અને ભારતની અંજૂની લવસ્ટોરી હાલ સોશિયલ મીડિયા પર સૌથી ચર્ચિત વિષય છે.
પરંતુ, આવી એક અનોખી લવસ્ટોરી ગુજરાતમાંથી પણ સામે આવી છે. જે તમને ચોંકાવી દેશે.
પ્રેમમાં પાગલ થયેલી પરિણીત રોમા પટેલ 900 કિમી દૂર ઝુંઝૂન જિલ્લાના પિલાનીના દેવરોડ પહોંચી ગઈ હતી.
પરંતુ, અઢી મહિના બાદ કંઈક એવું થયું કે તેણીએ પોતાના પતિને મેસેજ કરીને કહ્યુ કે, મારી ભૂલ થઈ ગઈ.
હકીકતમાં, રોમાબેન પટેલના લગ્ન 6 વર્ષ પહેલાં વડોદરામાં રાહુલ સપકલ સાથે થયા હતાં.
બંનેનું લગ્નજીવન ઠીક ચાલી રહ્યુ હતું. ત્યાં તેની દોસ્તી સ્નેપચેટ પર ચમન ખાન સાથે થઈ.
ધીરે-ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી ગઈ.
ચમને પોતાનું મોટુ મકાન અને કામ-ધંધાની વાત કરી હતી. જેનાથી રોમા અંજાઈ ગઈ.
ચમનની વાતોમાં આવીને તેણે 11 મે 2023ના દિવસે ઘર છોડીને ચમનની પાસે પહોંચી ગઈ.
ત્યાં જઈને ખબર પડી કે, ચમન ખાન તો નાનું-મોટું ભઠ્ઠીનું કામ કરીને ઘર ચલાવે છે.
છતાં તેણી પ્રેમના કારણે તેની સાથે રહેતી હતી. પરંતુ, થોડા દિવસોમાં ચમન ખાનનો વ્યવહાર બદલાઈ ગયો.
તે રોમા પટેલને ગાળો ભાંડવા લાગ્યો અને મારપીટ કરવા લાગ્યો.
જ્યારબાદ તેણીએ પોતાના પતિને મેસેજ કર્યો અને પાછુ આવવાની વાત કહી. સાથે તેણીએ પોતાની ભૂલ પણ સ્વીકારી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...