હાલમાં જ વંદે ભારત સાથે જોડાયેલો એક મામલો ચર્ચામાં હતો, જેમાં એક વ્યક્તિ ટ્રેનની અંદર સિગરેટ ફૂંકતો જોવા મળી રહ્યો હતો.
સિગરેટ પીવા માટે તે તેની સીટ પરથી બાથરૂમમાં ગયો, પરંતુ તેને તે વાતનો અંદાજો ન હતો કે ટ્રેનમાં એન્ટી સ્મોક સેન્સર લાગેલા છે.
જેમ તેણે સિગરેટ સળગાવી, સેન્સર એક્ટિવેટ થઈ ગયું અને આલાર્મ વાગવા લાગ્યો. ત્યારબાગ સંપૂર્ણ કમ્પાર્ટમેન્ટમાં એરોસોલ સ્પ્રે થવા લાગ્યો.
અન્ય યાત્રીકો પણ ગભરાઈ ગયા અને તેમણે આપાતકાલીન ફોન દ્વારા ગાર્ડને આ વાતની સૂચના આપી.
રેલવે અધિનિયમની ધારા 167 હેઠળ ટ્રેનના ડબ્બામાં ધુમ્રપાન કરવું ગુનો છે.
જો કોઈ યાત્રી આવું કરતા પકડાઈ જાય તો તેના પર 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે
ભારતીય રેલવે બોર્ડે જીરો ટોલરેન્સ નીતિ હેઠળ રેલવે સુરક્ષા દળ અને ટિકિટ ચેકિંગ સ્ટાફને આ સંબંધિત આરોપીઓ પર કાર્યવાહીનો અધિકાર આપ્યો છે.
વાસ્તવમાં, આ બધી વસ્તુઓના કારણે ટ્રેનમાં આગ લાગી શકે છે, જેના કારણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.