માત્ર 2 દિવસમાં જ કમાણી કરાવશે આ શેર

ટેક્સટાઈલ કંપની સિયારામ સિલ્ક મિલ્સે તેની શેર બાયબેક કિંમતને 650 રૂપિયાથી વધારીને 720 રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

 આ જાહેરાત ત્યારે થઈ છે જ્યારે ત્રણ દિવસ પછી એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેર બાયબેકની રેકોર્ડ તારીખ છે.

જાહેર કરવામાં આવેલી બાયબેક કિંમત ગુરુવારે કંપનીના શેરના બંધ ભાવથી 22 ટકા વધારે છે. 

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઓગસ્ટ મહિનામાં શેર બાયબેકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તે સમયે પ્રસ્તાવ હતો કે, કંપની 16,61,530 શેરોને બાયબેક કરશે.

પરંતુ બાયબેક ઓફરના અનુસાર, સિયારામ સિલ્ક મિલ્સ હવે 14.99 લાખ ઈક્વિટી શેરોને પરત ખરીદશે, જે કુલ ઈક્વિટીના 3.2 ટકા છે. 

 ઓગસ્ટના મધ્યમાં બાયબેકની જાહેરાત પછી સિયારામ સિલ્ક મિલ્સના શેરોમાં 13 ટકાની તેજી આવી છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.