1 શેર પર 800 રૂપિયાની કમાણી કરવાનો મોકો

હોસ્પિટલ સેક્ટરની દિગ્ગજ કંપની અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઈઝના શેરે લાંબાગાળે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.

ઘરેલૂ બ્રોકરેજના પ્રમાણે, વર્તમાન સ્તરથી શેર 17 ટકા ઉપર જઈ શકે છે. તેની કુલ માર્કેટ કેપ 70,095.02 કરોડ રૂપિયા છે.

અપોલો હોસ્પિટલના શેર 28 માર્ચ, 2003ના રોજ 48.28 રૂપિયા પર હતા. હવે તે 4,875 રૂપિયા પર છે.

20 વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયા 1 કરોડમાં ફેરવાઈ ગયા છે.

અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઈઝની યોજના તેના નેટવર્ક અને ઈન્ટરનેશનલ દર્દીઓના આધારે ઓક્યુપેન્સી લેવલને 70 ટકા સુધી લઈ જવાની યોજના તૈયાર કરી છે. 

કંપનીના માળખા વિશે વાત કરીએ તો આગામી 3 વર્ષમાં 2,000 બેડ જોડવાની યોજનાના હિસાબથી આ ટ્રેક પર જ છે.

આ બધી વાતોને ધ્યાનમાં રાખતા ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે આમાં 5700 રૂપિયાના ટાર્ગેટ પર રોકાણની સલાહ આપી છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.