ચંદ્રયાન 3એ મોકલી અદ્ભૂત તસવીરો

5 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના ઓર્બિટમાં ચંદ્રયાન-3 પહોંચ્યું છે, જ્યાંથી અદ્ભૂત તસવીરો પ્રાપ્ત થઈ છે. 

પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્રયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું છે.

હાલ ચંદ્રયાન અંડાકાર ઓર્બિટમાં પોતાની યાત્રા કરી રહ્યું છે, આવું 9 ઓગસ્ટ સુધી થતું રહેશે.

ચંદ્રયાને ચંદ્રની કેટલીક તસવીરો લીધી છે, જેમાં ચંદ્રની ધરતી નજીકથી જોવા મળી રહી છે. 

આ તસવીરોમાં ચંદ્રની સપાટી તથા તેમાં રહેલા ખાડા પણ સ્પષ્ટ દેખાય છે.

9મી ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 1થી 2માં નવી કવાયત શરુ થશે.

યાન દ્વારા 17 ઓગસ્ટ સુધીમાં વધુ ત્રણ અભિયાન પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે.

આ પછી લેન્ડિંગ મોડ્યુલ 'પ્રપલ્શન મોડ્યુલ'થી અલગ થઈને ચંદ્ર પર ઉતારાશે.

18થી 20 ઓગસ્ટ દરમિયાન ડીઓર્બિટિંગ થશે, એટલે કે ચંદ્રની ઓર્બિટનું અંતર ઘટાડાશે

23મીની સાંજે પાંચ વાગ્યેને 47 મિનિટ પર ચંદ્રયાનનું લેન્ડિંગ કરાવવામાં આવશે.

22 દિવસની સફર બાદ ચંદ્રયાને ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતા પૂર્વક પ્રવેશ કર્યો હતો. 

જે બાદ 6 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યે ચંદ્રયાને ઓર્બિટ ઘટાડીને ચંદ્રની વધુ નજીક લઈ જવાયું હતું.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો