ચંદ્રની ધરતી પર સાઉથ પોલ શું છે? જ્યાં લેન્ડ કરાશે ચંદ્રયાન-3
ભારતનું મહત્વનું મૂન મિશન જલદી ચંદ્રની ધરતી પર ઇતિહાસ રચશે.
ચંદ્રયાન-3 જ્યાં લેન્ડ થવાનું છે ત્યાં હજુ સુધી જવામાં કોઈ દેશને સફળતા મળી નથી.
જો ભારતે લેન્ડિંગમાં સફળતા મેળવી તો આમ કરનારો પહેલો દેશ બનશે.
ચંદ્રનું યાન જે જગ્યા પર લેન્ડ થવાનું છે તેને સાઉથ પોલ કહેવામાં આવે છે.
આ જગ્યા જોખમી હોવાનું મનાય છે, જ્યાં સતત અંધારું રહેતું હોય છે.
અહીંનું તાપમાન -230 ડિગ્રી સુધી જાય છે, જેના કારણે આ દુર્લભ જગ્યા મનાય છે.
ભૌગોલિક રીતે ખતરનાક જગ્યા મિનરલ્સના કારણે ઘણી સારી મનાય છે.
માનવામાં આવે છે કે અહીં ઘણાં મિનરલ્સ હોઈ શકે છે, જેના પર રિસર્ચ કરાશે.
આ જગ્યા વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે હંમેશા રહસ્યમય રહી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...