અમદાવાદમાં સસ્તા ડ્રાયફ્રુટ ક્યાંથી લેવા? આ રહ્યુ સરનામું

ડ્રાયફ્રુટ્સ શરીર માટે ઘણા લાભદાયક છે. શરીરને ઊર્જાવાન રાખવા અને રોગોથી રક્ષણ માટે ડ્રાયફ્રુટ્સ લાભદાયક છે. 

ડ્રાય ફ્રુટ્સના સેવનથી શરીરને પૂરતું પોષણ મળે છે અને ઘણી બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. 

અમદાવાદમાં ડ્રાયફ્રુટના અનેક માર્કેટ આવેલા છે.

શાકભાજીના માર્કેટ તરીકે અમદાવાદનું કાલુપુર બજાર જાણીતું છે. દશકોથી આ માર્કેટ ધમધોકાર ચાલે છે. 

આ માર્કેટ ખાતે ડ્રાયફ્રુટ માર્કેટ પણ આવેલું છે. 

આ માર્કેટમાં નાના અને મોટા બંને વેપારીઓ છૂટક અને જથ્થાબંધ ભાવે ડ્રાયફ્રુટ્સ વેચે છે.

આ બજારને અમદાવાદનું સૌથી મોટું ડ્રાયફ્રુટ માર્કેટ ગણી શકાય છે. આ બજાર લગભગ 35 વર્ષથી છે. 

માર્કેટમાં વ્યાજબી કિંમતમાં અખરોટ, કાજુ, બદામ, અંજીર અને પિસ્તા સહિત વિવિધ પ્રકારના ડ્રાયફ્રુટ્સ મળે છે. 

તહેવારોમાં ભેટ આપવા ડ્રાયફ્રુટ્સને સુંદર ગિફ્ટ પેકીંગ પણ કરી આપવામાં આવે છે.

અહીં અન્ય બજારોની તુલનામાં ઓછા ભાવે ડ્રાયફ્રુટ મળી રહે છે. 

જથ્થાબંધ સૂકામેવાનો વેપાર અહીં ધમધોકાર ચાલે છે. અહિં માર્કેટમાં 15થી 20 દુકાનો આવેલી છે. 

જેમાંથી કેટલીક દુકાનોમાં પેઢીઓથી આ સૂકામેવાનો વ્યવસાય ચલાવવામાં આવે છે.

આ વિસ્તારમાં ડ્રાયફ્રુટ્સની કિંમતની શરૂઆત 500 રૂપિયાથી થાય છે.

વિવિધ પ્રકારના ડ્રાયફ્રુટ્સ માટે અલગ-અલગ કિંમતો છે.

કાજુ અને બદામ ખાસ કરીને લોકપ્રિય છે અને અહીં વધુ વેચાણ પામે છે.

લોકો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં અહીંથી સૂકોમેવો લઈ જાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો