ઘરબેઠા ઓનલાઈન PF ની બેલેંસ તપાસો
નિવૃત્તિ માટેનું આયોજન અને નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવી એ દરેક કાર્યકારી વ્યક્તિના જીવનનું મહત્વનું પાસું છે.
ભારતમાં નિવૃત્તિ માટે બચતનું પ્રાથમિક માધ્યમ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ છે
આ તમને બચત યોજનાનો વધારે લાભ લેવામાં અને આરામદાયક ભવિષ્યની ખાતરી કરવામાં મદદ કરવા માટે કરવામાં આવી છે
EPFO એ કર્મચારીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પોતાની EPFO બેલેંસને તપાસવાની નવી રીતો રજૂ કરી છે
આવો જાણીએ કર્મચારીઓ માટે તેમનું EPF બેલેંસ ચેક કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે
તમારે તમારો મોબાઈલ નંબર UAN (Universal Account Number) પોર્ટલ પર રજીસ્ટર કરાવવો પડશે
UAN માટે KYC કર્યા પછી, તમે મિસ્ડ કોલ આપીને તમારું EPF બેલેન્સ જાણી શકો છો
તમારા UAN સાથે રજિસ્ટર મોબાઇલ નંબર પરથી 011-22901406 ડાયલ કરો
તમે SMS મોકલીને તરત જ તમારું PF બેલેંસ પણ ચેક કરી શકો છો. આ મેસેજ 7738299899 પર મોકલો અને તમને તમારા PF બેલેંસની વિગતો ધરાવતો જવાબ મળશે.
તમારા પીએફ બેલેંસને તપાસવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે UMAG એપ રજૂ કરી છે
EPFO Website ની મુલાકાત લો અને 'અમારી સેવાઓ' વિભાગ પર જાઓ, પછી કર્મચારીઓ માટે સેવાઓ પર ક્લિક કરો અને સભ્ય પાસબુક વિકલ્પ પસંદ કરો
તમારી પાસબુક જોવા માટે તમારો UAN અને પાસવર્ડ દાખલ કરો
આ રીતે તમે તમારા પીએફ બેલેંસને સરળતાથી જાણી શકશો