ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. અહીં વધુ પડતા ચિયા સીડ્સ ખાવાની 7 આડઅસરો જણાવી છે.
ચિયા સીડ્સ ફાઈબરથી ભરપૂર હોય છે અને વધુ પડતા ફાઈબરથી પેટની સમસ્યા થઈ શકે છે.
ચિયા સીડ્સનું સેવન કરવાથી એલર્જીક રિએક્શન થઈ શકે છે જેમ કે ઉલટી, ઝાડા અને હોઠ અથવા જીભમાં ખંજવાળ.
ચિયા સીડ્સમાં એક પ્રકારનું ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જેને આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA) કહેવાય છે. રિસર્ચ સૂચવે છે કે ALA નું વધુ પડતું સેવન પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારી શકે છે.
ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે.
રિસર્ચ સૂચવે છે કે લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ચિયા સીડ્સ ખાવાનું ટાળવું જોઈએ.
ચિયા સીડ્સમાં કેલરી અને ફેટ વધારે હોય છે. વધારે માત્રામાં ચિયા સીડ્સ ખાવાથી તમે તમારી ડેઇલી કેલરીની લિમિટને પાર કરી શકો છો.
સૂકા ચિયા સીડ્સ ફૂલી જાય છે અને ગૂંગળામણનું જોખમ વધારે છે. તેથી, તમારે તેનું સેવન કરતાં પહેલા તેને પલાળી લેવી જોઈએ.