જૂના પેન્ટથી ઘૂળ જામેલા પંખાને ચપટીમાં સાફ કરો
નવી ટ્રીકથી ઝંઝટ વગર છત પર લાગેલા પંખાને તમે ચપટીમાં ફટાફટ સાફ કરી શકો છો.
સામાન્ય રીતે સીલિંગ ફેનની સફાઈને મુશ્કેલ કામ માનવામાં આવે છે.
નિયમિત સફાઈના અભાવે સીલિંગ ફેન પર ભારે ઘૂળ જામી જાય છે.
જૂના પેન્ટનો ઉપયોગ કરીને સરળતાથી પંખાના પાંખિયા સાફ કરી શકો છો.
જૂના પેન્ટને કાપીને તેનો બાંય જેવો ભાગ છે તેને પંખાની બ્લેડ પર પહેરાવીને પછી સ્વાઈપ કરી લો.
આ સફાઈ દરમિયાન પેન્ટનો એક ભાગ સૂકો અને બીજો ભાગ ભીનો રાખો.
પહેલા સૂકા ભાગથી બ્લેડ પર લાગેલી ધૂળ સાફ કરી લો અને પછી ભીના ભાગનો ઉપયોગ કરો.
આ દરમિયાન તમે હાથ ન બગડે તે માટે જૂના મોજાનો પણ ઉપયોગ કરી શકો છો.
સીલિંગ ફેનની સફાઈ કરતી વખતે વીજળીની મુખ્ય સ્વીચ બંધ કરવા
નું ન ભૂલશો.
માથું, ચહેરો અને આંખો ઢંકાયેલા રહે તે બાબતનું પણ પંખાની સફાઈ વખતે ધ્યાન રાખવું.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...