5 રૂપિયામાં ચમકાવો કિચનનું ગંદુ સિંક

ફેસ્ટિવ સીઝન આવી ચુકી છે, તેવામાં ઘરના દરેક હિસ્સાની સફાઇ જરૂરી બની જાય છે.

તમે ક્યાંક રસોડાના કાળા પડી ગયેલા સિંકને સાફ કરવાનું ભૂલી તો નથી રહ્યાં ને?

તમે રસોડાના ગંદા સિંકની સફાઇ માત્ર 5 રૂપિયામાં કરી શકો છો. ચાલો જણાવીએ કેવી રીતે...

MORE  NEWS...

રાતે સૂતા પહેલા આ મસાલો પાણીમાં મિક્સ કરીને પીવો, સડસડાટ ઘટશે વજન

વોશિંગ મશીનમાં કેટલો ડિટર્જન્ટ નાંખવો જોઇએ? મોટાભાગના લોકો નથી જાણતા સાચી માત્રા

નવરાત્રીના ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી ઢોંસા, સ્વાદ પણ છે ચટાકેદાર

સિંકને ભીનું કરીને તેના પર બેકિંગ સોડા છાંટી દો. તેને 15 મિનિટ માટે રહેવા દો. હવે લિક્વિડ સોપ અને સ્ક્રબરથી સાફ કરી લો.

સિંકના ડાઘ હટાવવા માટે તમારે પહેલા સિંકના બેકિંગ સોડા છાંટવાનો છે. તે બાદ તેની ઉપર વિનેગર છાંટો. 10 મિનિટ બાદ સ્ક્રબરથી સાફ કરો.

લીંબુ બધા ડાઘ હળવા પાડી શકે છે. તેના માટે લીંબુને મીઠા સાથે સિંક પર ઘસો. તેનાથી તમારુ સિંક ચમકી જશે.

તેના માટે ગરમ પાણી સાથે સિંકને સ્ક્રબ કરો. તેનાથી જૂના ડાઘ અને ચિકાશ સરળતાથી દૂર થઇ જશે.

સિંકમાં ટૂથપેસ્ટનું લેયર લગાવો. 10 મિનિટ માટે તેને રહેવા દઇને સ્ક્રબર અને પાણીની મદદથી ઘસીને સાફ કરો.

ડિટર્જન્ટ અને ગરમ પાણીથી ઘટ્ટ પેસ્ટ બનાવો. તે બાદ તેને સિંકમાં નાંખીને બ્રશની મદદથી ઘસીને સાફ કરો.

લિક્વિડ સોપની મદદથી તમારુ સિંક નવા જેવું ચમકશે. તમારા સિંકમાં લિક્વિડ સોપ નાંખીને બ્રશની મદદથી ઘસો. તે બાદ પાણીથી સાફ કરો.

તમે પણ ફક્ત 5 રૂપિયામાં તમારા ગંદા અને પીળા પડી ગયેલા સિંકને સરળતાથી સાફ કરી શકો છો. 

MORE  NEWS...

એક જ મહિનામાં વાળ ઢીંચણ સુધી લાંબા થઇ જશે , આ રીતે લગાવો ડુંગળીનો રસ

શરીરમાં આ 5 સંકેત દેખાય તો અવગણતા નહીં, કેન્સરના હોઇ શકે છે લક્ષણ

બાથરૂમના ડોલ અને ટબ થઇ ગયા છે ગંદા અને કાળા? બસ આટલું કરો