ફ્રિજ સાફ કરવામાં વધારે મહેનત નહીં થાય, આ ટિપ્સ આવશે કામ

સીઝન બદલાતા જ બીમાર થવાની સંભાવના અનેકગણી વધી જાય છે.

બીમારીઓથી દૂર રહેવા માટે સાફ સફાઇનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

ખાસ કરીને રસોડા અને ખાવા-પીવાની વસ્તુની સફાઇ તો ખૂબ જ જરૂરી છે. 

MORE  NEWS...

એક જ મહિનામાં કમર સુધી ઝૂલશે ચોટલો, રાતે સૂતા પહેલા ચાવી લો આ લીલુ પાન

આ અલગ રેસિપીથી બનાવો બાજરીના રોટલા, રીંગણના ભડથા સાથે ખાવાની પડશે મોજ

તળ્યા પછી વધેલું તેલ ફરી યુઝ કરવું છે? બસ આટલું કરો, હેલ્થ પર નહીં થાય આડઅસર

આવી જ જરૂરી વસ્તુ છે ફ્રિજ (Fridge) ની સફાઇ.

આપણે આપણા ખાવા-પીવાની વસ્તુઓ ફ્રિજમાં રાખીએ છીએ. તેવામાં જો ફ્રિજને સમયસર સાફ કરવામાં ન આવે તો ખાવાની વસ્તુઓમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે.

ઘણીવાર ફ્રિજ એટલું ગંદુ થઇ જાય છે કે તેમાંથી વાસ આવવા લાગે છે. 

તો ચાલો જાણીએ કે ફ્રિજ સાફ કરવા માટેની બેસ્ટ રીત કઇ છે. 

ફ્રિજને સાફ કરતાં પહેલા આખુ ખાલી કરી લો અને સ્વિચ ઓફ કરી લો. બધા શાકભાજી અને ફળ હવાદાર જગ્યાએ મૂકી દો.

ફ્રિજની નીચે જાડુ કપડું અને પેપર પાથરી દો. હવે તમારા ફ્રિજને ડી-ફ્રોસ્ટ કરી દો. 

ફ્રિજમાંથી વાસ આવતી હોય તો એક વાટકીમાં બેકિંગ સોડા કે લીંબુનો રસ મિક્સ કરીને તેનાથી અંદરની દિવાલ લૂંછી લો. 

લૂંછ્યા બાદ હવે ફ્રિજને એક કલાક માટે ખુલ્લુ રાખી દો.

ફ્રિજમાં લસણ ક્યારેય ખુલ્લુ ન રાખો. તેની સ્મેલ ફ્રિજમાં ફેલાઇ શકે છે. 

જો ફ્રિજમાંથી વાસ હજુ પણ આવતી હોય તો વ્હાઇટ વિનેગરથી તેન સાફ કરો.

MORE  NEWS...

પાણીની ટાંકીમાં લીલ જામી ગઇ છે? અંદર ઉતર્યા વિના આ રીતે કરો સફાઇ

40ની ઉંમરમાં પણ 20 જેવો નિખાર લાવશે રસોડાની આ વસ્તુઓ, સ્કિન માટે છે બેસ્ટ

Recipe: સ્પેશિયલ રેસિપીથી બનાવો આલૂ-પાલકનું શાક, રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી બનશે