ક્યારે, કેવી રીતે અને શા માટે ફાટે છે વાદળો?

વરસાદની મોસમમાં ક્યારેક વાદળો રાહત આપે છે તો ક્યારેક તબાહી મચાવે છે.

ચોમાસાના આગમનની સાથે જ વાદળ ફાટવાની ઘટનાઓ પણ સામે આવે છે.

ઘણી વખત વાદળ ફાટવાની ઘટનાને કારણે જાનમાલનું મોટું નુકસાન થાય છે.

જો કોઈ પણ જગ્યાએ 1 કલાકમાં 10 સેમીથી વધુ વરસાદ પડે તો તેને  વાદળ ફાટવું કહેવામાં આવે છે.

વૈજ્ઞાનિક ભાષામાં તેને 'ક્લાઉડબર્સ્ટ' અથવા 'ફ્લેશ ફ્લડ' પણ કહેવામાં આવે છે.

'અચાનક, ખૂબ ભારે વરસાદ' એ વાદળ ફાટવું છે.

આવી ઘટના ત્યારે બને છે જ્યારે મોટી માત્રામાં ભેજ ધરાવતા વાદળો એક જગ્યાએ ભેગા થાય છે.

સામાન્ય રીતે, વાદળ ફાટવું પૃથ્વીની સપાટીથી 12-15 કિમીની ઊંચાઈએ થાય છે.

વાદળ ફાટવાથી અચાનક પૂર આવી શકે છે, જે ઇમારતો, મકાનો, રસ્તાઓ અને અન્ય સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો