2024નો પહેલો IPO લોન્ચિંગ માટે તૈયાર, GMP પોઝિટિવ

IPOમાં રોકાણ કરતા ઇન્વેસ્ટર્સ માટે સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2024નો પ્રથમ IPO ખૂલવામાં હવે ગણતરીના દિવસોની જ વાર છે.

જ્યોતિ CNC ઓટોમેશનનો IPO 9 જાન્યુઆરીએ ખુલશે, જેમાં રોકાણકારો 11 જાન્યુઆરી સુધી રોકાણ કરી શકશે. 

જણાવી દઈએ કે, જ્યોતિ CNC ઓટોમેશન આ IPO દ્વારા બજારમાંથી રૂ. 1,000 કરોડ એકત્ર કરશે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

આ ઇશ્યૂનો પ્રાઇસ બેન્ડ રૂ. 315-331 છે. ત્યારે આ IPOને ગ્રે માર્કેટમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અનલિસ્ટેડ શેર્સ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

 નવા વર્ષના આ પ્રથમ મેઈનબોર્ડ IPOની લોટ સાઈઝ 45 શેર છે. અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, રોકાણકારે આ IPOમાં દાવ લગાવવા માટે 14,895 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

આ શેરનું એલોટમેન્ટ 12 જાન્યુઆરી, 2024ના રોજ ફાઇનલ થઇ શકે છે, જ્યારે તેનું લિસ્ટિંગ 16 જાન્યુઆરી, 2024ના રોજ થઈ શકે છે.

જ્યોતિ CNC ઓટોમેશન IPOના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડમાં છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં રૂ. 85ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.