2 મહિનામાં લખપતિ બનાવી શકે તેવી ખેતી

આજના સમયમાં લોકો નોકરીને બદલે બિઝનેસને વધુ મહત્વ આપી રહ્યા છે. તો ઘણા લોકો નોકરીની સાથે બિઝનેસ પણ કરવા લાગ્યા છે.

જો તમે પણ બિઝનેસ કરવા માંગો છો, તો અમે તમને એવો એક બિઝનેસ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે બમ્પર કમાણી કરી શકો છો. 

જોકે, તમારે પારંપરિક ખેતી છોડીને રોકડીયા પાક તરફ વળવું પડશે. તમે રોકડીયા પાક તરીકે ઓળખાતા કોલાર્ડ ગ્રીન્સ (Collard Greens)ની ખેતી કરી શકો છો. આ પાંદડાવળી શાકભાજીની વાવણી તમે જુલાઈ મહિનામાં કરી શકો છો. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કોલાર્ડ ગ્રીન્સ એક પૌષ્ટિક અને પાંદડાવાળી શાકભાજી છે. જેને વિવિધ વાતાવરણમાં ઉગાડી શકાય છે. ભારતમાં તેને સાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

કોલાર્ડ ગ્રીન્સની ખેતી માટે માટીની PH 6.0થી 6.8 વચ્ચે હોવી જોઈએ. તેના બીજ વાવવામાં આવે છે. તેના બીજને લગભગ અડધા ઇંચ ઊંડું અને 12થી 18 ઇંચના અંતરે રોપવાના હોય છે. 

તેમાં નિયમિત સિંચાઇની જરૂરત પડે છે. સાથે જ તેમાં જીવાત લાગવાનું જોખમ વધુ રહે છે, જેથી તેનાથી બચાવ કરવો પણ જરૂરી છે. 

જ્યારે છોડના પાંદડા મોટા અને ઘાટા લીલા રંગના થઇ જાય, તો આ પાંદડાને તોડી લો. કોલાર્ડ ગ્રીન્સ વાવણીના 5-6 અઠવાડિયા એટલે કે લગભગ 2 મહિનામાં તૈયાર થઇ જાય છે. તેના તાજા પાંદડાનો જ ઉપયોગ કરી શકાય છે, તેમજ તેને સીમિત સમય સુધી સ્ટોક કરી શકાય છે.

ભારતમાં કોલાર્ડ ગ્રીન્સ ઘણા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. ખાસ કરીને તે દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવે છે.

માર્કેટમાં કોલાર્ડ ગ્રીન્સની માંગ પ્રતિદિન વધી રહી છે. બજારમાં તેનો એક ગુચ્છો લગભગ 100 રૂપિયામાં વેચાય છે. ત્યારે ખેડૂતો આ ખેતી કરીને માત્ર 2 જ મહિનામાં બમ્પર કમાણી કરી શકે છે. સાથે જ તેઓ તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.