રૂપિયા ભેગા કરી લેજો, રતન ટાટાની આ કંપની લાવી રહી છે IPO

શેરબજારમાં બહુ જ જલ્દી એક અન્ય કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થવાનો છે.

વાસ્તવમાં, ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફર્સ્ટક્રાયની પેરેન્ટ કંપની બ્રેનબીજ સોલ્યૂશન્સ લિમિટેડનો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે. 

તેના માટે કંપનીએ સેબીની પાસે દસ્તાવેજ પણ જમા કરાવી દીધા છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

કંપનીમાં ઘણા દિગ્ગજોએ દાવ લગાવ્યો છે. રતન ટાટાએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે, મિન્ટની રિપોર્ટ પ્રમાણે, રતન ટાટા ફર્સ્ટક્રાયમાં તેમના બધા 77,900 શેર વેચી દેશે.

જાણકારી અનુસાર, સેબી પાસે જમા દસ્તાવેજો મુજબ, આઈપીઓમાં 1,816 કરોડ રૂપિયા સુધીના નવા ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે અને કંપનીના શેરધારકો દ્વારા 5.44 કરોડ ઈક્વિટી શેરનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે. 

ઓફર ફોર સેલમાં વેચનારા રોકાણકારોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીપીજી, ન્યૂક્વેસ્ટ એશિયા, SVF ફ્રોગ લિમિટેડ, એપ્રીકોટ ઈન્વેસ્ટમેન્ટ, વેલેન્ટ મોરીશસ, TIMF, થિંક ઈન્ડિયા ઓપર્ચ્યુનિટીઝ ફંડ, શ્રોડર્સ કેપિટલ અને PI ઓપર્ચ્યુનિટીઝ સામેલ છે.

DRPH ફાઈલિંગ અનુસાર, ઓટોમોબાઈલ નિર્માતા M&M બ્રેનબીઝ સોલ્યૂશન્સમાં 0.58 ટકા હિસ્સેદારી કે 28 લાખ શેર વેચશે. 

IPO દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની ભારતની સાથે-સાથે સાઉદી અરેબિયામાં નવી દુકાનો અને ગોડાઉન ખોલાવવા માટે કરશે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.