કોથમીરના પાન અઠવાડિયા સુધી લાલાથમ રહેશે, બસ આટલું કરો

કોથમીરનો ઉપયોગ ઘણીવાર વાનગીઓને ગાર્નિશ કરવા માટે તેમજ વાનગીઓનો સ્વાદ વધારવા માટે થયા છે

કોથમીરના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે.

તો કોથમીરની જુડીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે આ ટિપ્સ ફોલો કરો.

તમે પ્લાસ્ટિક્ની થેલીમાં વધું સમય માટે કોથમીર સ્ટોર કરી શકો છો.

પ્લાસ્ટિકની ઝિપ લોક બેગમાં કોથમીર મૂક્તા પહેલા, બેગમાંથી ભેજને સંપૂર્ણપણે દૂર કરો જેથી કોથમીર ઝડપથી બગડી ન જાય

કોથમીરને સારી રીતે ઘોઈ લો અને સૂર્યપ્રકાશથી દૂર એવી જગ્યાએ તેને સૂકવવા માટે રાખો.

છાંયડામાં સૂકવવાથી કોથમીરમાંથી પાણીની ભેજ દૂર થાય છે. તે કોથમીરના બગડવાની પ્રક્રિયાને ધીમી કરે છે.

તમે કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવા માટે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.

કોથમીરને વધું સમય સુધી લીલી રાખવા માટે તેને પાણીમાં રાખી શકાય છે. તમારે ફક્ત તેને મૂળ સાથે ખરીદવાની છે

પછી એક ઊંડા વાસણમાં પાણી નાખી તેમાં કોથમીરના મૂળને બોળી દો. આની મદદથી કોથમીરને રેફ્રિજરેટરની બહાર ચારથી પાંચી દિવસ સુધી તાજી રાખી શકાય છે.