દહીંના બદલે ટ્રાય કરી જુઓ કાકડીની લસ્સી

ભારતના ઘણા લોકો ગરમીમાં લસ્સી પીવાનું પસંદ કરે છે. જો તમને લસ્સી પસંદ હોય તો તમે પણ કાકડીની લસ્સી જરૂર ટ્રાય કરો.

કાકડીની લસ્સી બનાવવા માટે તમારે સૌથી પહેલા કાકડીની છાલ ઉતાર્યા બાદ ધોઇને સમારી લો.

હવે તમારે કોથમીર અને આદુ સ્વચ્છ પાણીથી ધોઇને બારીક સમારી લેવાના છે.

કાકડીની લસ્સી બનાવવા માટે હવે એક કપ હંગ કર્ડ કાઢીને તેને એક બ્લેન્ડરમાં નાંખી દો.

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

બ્લેન્ડરમાં હાફ કપ બરફના ટુકડા એડ કરી દહીંને સારી રીતે બ્લેન્ડ કરી લો જેથી દહીં ફીણવાળુ બની જાય. 

જો તમારી પાસે હંગ કર્ડ ન હોય તો તમે કાકડીની લસ્સી બનાવવા માટે નોર્મલ દહીં યુઝ કરી શકો છો.

ફીણવાળા દહીમાં સમારેલી કોથમીર, આદુ અને કાકડી પણ નાંખી દો.

બ્લેન્ડરમાં સંચળ અને કાળા મરી પણ એડ કરી દો અને ફરીથી બ્લેન્ડ કરી દો.

કાકડીની લસ્સી સર્વ કરવા માટે તૈયાર છે. ગરમીમાં આ લસ્સી પીવાથી તમારી હેલ્થ પર પણ પોઝિટિવ અસર પડશે.

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે