હૈદરાબાદની કંપનીનો શેર કરાવશે કમાણી, 17 એક્સપર્ટે આપ્યું BUY સિગ્નલ

Cyient લિમિટેડના શેરોમાં આજે 26 જુલાઈના રોજ 9 ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના જૂન ક્વાટરના પરિણામોએ બજારને નિરાશ કર્યું છે, જે પછી આમાં વેચવાલી જોવા મળી છે.

Cyient લિમિટેડે ગુરુવારે 25 જુલાઈના રોજ શેરબજાર બંધ થયા બાદ ક્વાટર પરિણામોની જાહેરાત કરી હતી. 

કંપનીએ જણાવ્યું કે, અમેરિકી ડોલરના ટર્મમાં તેનું જૂન ક્વાટરનું રેવન્યૂ ગત વર્ષની તુલનામાં 10.3 ટકા ઘટીને 20.1 કરોડ ડોલર રહ્યું છે. જ્યારે તેનો EBIT માર્જિન ગત વર્ષના 14.4 ટકાથી વધીને 15.8 ટકા થઈ ગયો છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બ્રોકરેજ ફર્મ કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝે કહ્યું કે, Cyientએ તેના રેવન્યૂ અંદાજોમાં ઘણો આક્રમક કપાત કર્યો છે. બ્રોકરેજે નાણાકીય વર્ષ 2025-2027 માટે તેના અર્નિંગ અંદાજોને 18 ટકાથી ઘટીને 14 ટકા કરી દીધા છે.

જો કે, કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝે મીડિયમ ટર્મમાં ગ્રોથના મોકા અને યોગ્ય મૂલ્યાંકનોનો હવાલો આપતા શેર પર BUY રેટિંગ યથાવત રાખી છે.

 નુવામાએ Cyientના જૂન ક્વાટરના પરિણામોને ચોંકાવનારા બતાવ્યા છે. જો કે, તેણે કહ્યું કે, કંપનીનું વેલ્યૂએશન સસ્તુ છે, જે આમાં કોઈ મોટા ઘટાડાની આશંકાને રોકે છે.

શેર પર કવરેજ કરનારા 22માંથી 17 એક્સપર્ટે શેરને ખરીદવાની સલાહ આપી છે, આમાં ત્રણ એક્સપર્ટે હોલ્ડની રેટિંગ અને 2એ વેચવાની સલાહ આપી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.